બિહાર: બિહારમાં (Bihar) પોલીસ (Police) અને ડાકુઓ (Robber) વચ્ચે અથડામણ થઈ હતી. ડાકુઓએ પોલીસ પર બોમ્બમારા સાથે ફાયરિંગ (Firing) કર્યું હતું જ્યારે પોલીસે 20થી 25 રાઉન્ડ ફાયરિંગના કર્યા હતા. આ અથડામણમાં 2 ડાકુઓને પોલીસે ઠાર કર્યા (Encounter) હતા જ્યારે 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. માહિતી મોતિહારી એસપી કંટેશ કુમાર મિશ્રાએ આપી હતી.
બિહારના પૂર્વી ચંપારણના મોતીહારીમાં પોલીસ અને ડાકુઓ વચ્ચે રવિવારે મધ્યરાત્રિના બે વાગ્યે અથડામણ થઈ હતી.પોલીસને જાણકારી મળી આવી હતી કે ડાકુઓ ઘોડાસહન વિસ્તારમાં પુરણહિયામાં લૂંટની ઘટનાને અંજામ આપવાના છે જેના કારણે પોલીસે પોતાનો કાફલો ગોઠવી દીધો હતો. પોલીસને ઘટના સ્થળે જોઈને ડાકુઓ ચોંકી ગયા હતા અને તેમણે પોલીસ પર બોમ્બમારો તેમજ 12 રાઉન્ડ ફાયરિંગના કર્યા હતા જેમાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જ્યારે પોલીસે 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં 2 ડાકુઓ ઠાર થયા હતા.પોલીસકર્મીઓને સારવાર માટે જ્યારે ડાકુઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નેપાળ પોલીસનો સંપર્ક કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે: કંટેશ કુમાર મિશ્રા
મોતિહારી એસપી કંટેશ કુમાર મિશ્રા સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. એસપીએ જણાવ્યું કે લૂંટની ઘટનાને અંજામ આપનાર ડાકુઓ અંગેની જાણકારી મળ્યા પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ડાકુઓ સમગ્ર તૈયારી સાથે આવ્યા હતા. તેઓ બોમ્બ, ગેસ કટર અને ચપ્પુ જેવા સસ્ત્રોથી સજ્જ હતા. પોલીસને જોઈને ડાકુઓએ હુમલો કર્યો હતો. જેના પછી પોલીસે પણ વાર કર્યો હતો. જેમાં બે ડાકુઓ માર્યા ગયા હતા. નેપાળી બોર્ડર તરફ જવાના રસ્તે લોહીના ડાઘા મળ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેટલાક ડાકુઓ ઘાયલ પણ થયા છે. નેપાળ પોલીસનો સંપર્ક કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ડાકુઓના ફોટોગ્રાફ નેપાળ પોલીસને ઓળખ માટે મોકલવામાં આવ્યા છે.