SURAT

સુરતમાં ચકચારી ઘટનાઃ લૂંટારાઓએ ઘરમાં ઘુસી પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ કર્યો, CCTVમાં દેખાયા

સુરતના પુણા વિસ્તારમાં એક રેપ વીથ રોબરીની ઘટના બની હોવાથી ચકચાર મચી જવા પામી છે. બે અજાણ્યા લૂંટારા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી ત્યાર બાદ પતિને બંધક બનાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં એક મકાનમાં રાતે દંપતી ઘરે હાજર હતું. દરમિયાન બે અજાણ્યા ઈસમો રાત્રે 3 વાગ્યાની આસપાસ ઘરમાં ઘૂસ્યા હતા. ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો અને ઘરમાં લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગરેપ આચરવામાં આવ્યું હતું. પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંને યુવકે વારાફરતી ગેંગરેપ આચર્યો હતો. ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બ્રેસલેટ અને 30 હજાર રોકડા લૂંટ્યા
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, બે ઇસમો દ્વારા લૂંટ અને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યાર બાદ ગેંગરેપ આચરવામાં આવ્યો હતો.

ધાબા પર લઈ જઈ ગેંગરેપ કર્યો
પતિ-પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યા શખ્સો ઘરે ઘૂસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો. નીચે પતિને બંધક રાખ્યો હતો અને ધાબા પર પત્નીને લઈ ગયા હતા અને બંને યુવકોએ વારાફરતી ગેંગરેપ કર્યો હતો. આ સાથે જ જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

સીસીટીવીમાં દેખાયા બે શંકાસ્પદ
પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં બે શંકાસ્પદ કેદ થઈ ગયા છે જેના આધારે તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ફરિયાદીની ઉલટ પૂછપરછ હાથ ધરાઈ
લૂંટ સાથે ગેંગરેપની ઘટના બનવાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતના એ તપાસ કરી હતી. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહિલા પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top