World

આ શખ્સે પોતાની આંખ કાઢી વાયરલેસ કેમેરો ફીટ કર્યો!, લોકો તેને રિઅલ લાઈફ ટર્મિનેટર કહેવા લાગ્યા

નવી દિલ્હીઃ આપણી આંખો કેમેરાની જેમ કામ કરે છે. કારણ કે તે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે, જેથી આપણે આસપાસની ચીજવસ્તુઓને સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ વ્યક્તિ છે જેણે પોતાની આંખ હટાવીને તેના સ્થાને કેમેરા ફીટ કર્યો છે.

આવું સાહસ રોબ સ્પેન્સ નામના ફિલ્મ મેકરે કર્યું છે. ઘણા લોકો રોબ સ્પેન્સને રિયલ લાઈફનો ટર્મિનેટર અથવા આઈબર્ગ કહે છે. ટર્મિનેટર એક હોલિવુડ ફિલ્મ છે.

રોબ સ્પેન્સે સમજાવ્યું છે કે શા માટે તેણે 2007માં પોતાની સાચી આંખ કાઢી નાંખી અને તેની જગ્યાએ નકલી આંખની અંદર કેમેરા ફીટ કર્યો. તેમાં બેટરી, સર્કિટ બોર્ડ અને કેમેરા સેન્સર છે. ચાલો જાણીએ આખી સ્ટોરી.

ખરેખર રોબ સ્પેન્સને બાળપણમાં એક અકસ્માત થયો હતો. તેણે કહ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની સાથે અકસ્માત થયો હતો. એકવાર તે ફાયરિંગ કરી રહ્યો હતો અને તેણે બંદૂક ખોટી રીતે પકડી હતી, જેના કારણે તેને ગોળી વાગી હતી. ગોળી વાગવાને કારણે તેને અનેક સર્જરીઓ કરાવવી પડી હતી. જેના લીધે તેની વાસ્તવિક આંખ કાઢી નાખવી પડી હતી. તેના સ્થાને એક કૃત્રિમ આંખ ફીટ કરવામાં આવી હતી. જોકે તે પરંપરાગત કૃત્રિમ આંખ જેવી ન હતી. બાદમાં રોબ સ્પેન્સે પ્રોસ્થેટિક આંખને હટાવીને તેના સ્થાને કેમેરા લગાવવાનું નક્કી કર્યું.

આ રીતે લગાવ્યો આંખના સ્થાને કેમેરા
પ્રોસ્થેટિક આંખના સ્થાને કેમેરા ફીટ કરવામાં રોબ સ્પેન્સને તેની કર્મચારી કોસ્ટા ગર્માટીસે મદદ કરી. તેણે એક એવો વાયરલેસ કેમેરા તૈયાર કર્યો જે નકલી આંખની અંદર ફીટ કરી શકાય. આ વાયરલેસ કેમેરા નકલી આંખમાં ફીટ કરવા તેઓએ ઈલેક્ટ્રિકલ એન્જનિયર માર્ટિનની મદદ લીધી હતી. એન્જિનિયરે એક નાનકડું સર્કિટ બોર્ડ તૈયાર કર્યું હતું. આ સર્કિટ બોર્ડની મદદથી વાયરલેસ કેમરા ડેટા રિસિવ અને સેન્ડ કરી શકે છે. આ માહિતી લાઈવ સાઈન્સ રિપોર્ટ પાસેથી મળી છે.

કેમેરા વાળી આંખની ખાસિયત જાણો…
આ વાયરલેસ કેમેરાની અંદર એક માઈક્રો ટ્રાન્સમીટર, નાનકડી બેટરી, મિની કેમેરા અને એક મેગ્નેટિક સ્વિચ છે. આ સ્વિચની મદદથી યુઝર્સ કેમેરાને ઓન-ઓફ કરી શકે છે.

આ વાયરલેસ કેમેરાવાળીને અન્ય ઈલેક્ટ્રિક ગેઝેટની જેમ ચાર્જ કરવી પડે છે. એક વખત ફુલ ચાર્જ કરવા પર 30 મિનિટનો વીડિયો કેપ્ચર કરી શકે છે. જોકે આ કેમેરો ઓપ્ટિક નર્વ સિસ્ટમ સાથે જોડેયાલો નથી. રોબ સ્પેન્સ તેનો ઉપયોગ પોતાના ફિલ્મ મેકિંગમાં કરે છે.

પ્રોસ્થેટિક આંખની અંદર ફીટ કરાયેલા કેમેરામાં ત્રણ ઓપ્શન મળે છે. જેમાં એક બાયોલોજિકલ રિઅલિસ્ટક અને ગ્લોઈંગ રેડ વર્ઝન છે. વર્ષ 2009માં તેને ગિનિઝ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં સામેલ કરાયું હતું.

નોંધનીય છે કે 1984માં રિલિઝ થયેલી હોલિવુડની ફિલ્મ ધ ટર્મિનેટમાં આર્નોલ્ડ શ્વાર્ઝનેગરને આઈબોર્ગના રૂપમાં દર્શાવાયો હતો.

Most Popular

To Top