થોડા સમય પૂર્વે ડંકેશ ઓઝાનું રસ્તા પરનાં સાઈન બોર્ડ વિશે ચર્ચાપત્ર ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયેલ હતું. કેટલાંક અગત્યનાં સ્થળોએ પણ સાઈન બોર્ડ નથી હોતાં. વળી કદાચ સાઈન બોર્ડ હોય તો તેમાં માત્ર ગામનું નામ હોય છે. પરંતુ કિ.મી. લખેલાં હોતાં નથી. જેમ કે અમારે હમણાં જ મોરબીથી અમદાવાદ (વાયા ચોટલી, લીંબડી) આવવાનું બનેલ હતું. રસ્તા પર વચ્ચે ઓછામાં ઓછા ‘અમદાવાદ’ લખેલ 30 બોર્ડ દેખાયાં હશે. તેમાં માંડ 5 બોર્ડ પર કિ.મી. લખેલ હતાં. તે જ રીતે બોર્ડ પર કયારેક માત્ર એક જ ગામનું નામ લખેલ હોય છે. જેમ કે અમદાવાદ-મહેસાણા બોર્ડ પર ઊંઝા, સિદ્ધપુર, છાપી, પાલનપુર, આબુ રોડ, વ. નામો કિ.મી. સાથે લખવાં જોઈએ.બમ્પર આવતાં અગાઉ તેનું બોર્ડ મૂકવાની પ્રથા સરકારે કયારનીયે બંધ કરી દીધી છે. દા.ત. મારા ઘરથી ફકત દોઢ કી.મી.ના અંતર સુધીમાં ઓછામાં ઓછા 7 બમ્પર આવે છે. તે અગાઉ કયાંય સાઈન બોર્ડ કે પટ્ટા દેખાતાં નથી. તેના અભાવે અકસ્માતના બનાવો પણ બને છે. રસ્તા પરનાં સાઇન બોર્ડ બાબત સંબંધિતો આટલો સુધારો કરે તો સારું.
સુરત – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રસ્તા પરનાં સાઈન બોર્ડ તેમ જ બમ્પર
By
Posted on