Dakshin Gujarat

ભારે વરસાદના કારણે નવસારીમાં નદીઓ છલકાઈ, 66 રસ્તા બંધ કરવા પડ્યા

નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારી વરસાદણા કારણે નદીઓ છલકાઈ છે. તેના લીધે આજરોજ તા.26 જૂનના રોજ સવારના 9.30 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના કુલ 66 રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

  • તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રનો અનુરોધ

વિગતવાર જોઇએ તો, વાંસદા તાલુકાના 24 રસ્તાઓ, ચીખલી તાલુકાના 24 રસ્તાઓ, ખેરગામ તાલુકાના 09 રસ્તા, નવસારી તાલુકાના 05 રસ્તાઓ, ગણદેવી તાલુકાના 03 રસ્તાઓ અને જલાલપોરના 01 મળી નવસારી જિલ્લાના 66 રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોંચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Most Popular

To Top