સુરત શહેરનું ગૌરવ વધે એવા બનાવો હમણાં હમણાં પ્રકાશમાં આવતા જાય છે. ડો. જ્યેન્દ્ર કાપડિયા અને નજમી કિનખાબવાળા મસ્કત ઓમાન ખાતે યોજાયેલ વર્લ્ડ ટેબલ ટેનિસની ચેમ્પિયનશીપમાં કવોલીફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ, સુરતના જાણીતાં મહિલા ચિત્રકાર ભાવિનીબેન ગોળવાલાનું ચિત્ર મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં દેશનાં ૩૦૦૦ ચિત્રોમાંથી જે ૭૪ ચિત્રો સ્થાન પામ્યાં તેમાં પસંદગી, સુરત સ્થિત ધી સુરત પીપલ્સ કો. ઓ. દ્વારા હાંસલ કરવામાં આવેલી અનેક સિદ્ધિઓ અને છેલ્લે દક્ષિણ ગુજરાતની એકમાત્ર કો. ઓ. બેંક જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરન્સી ચેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી. આ બધા ઉપરાંત અન્ય બે ઘટનાઓ જે સુરત શહેર માટે ગૌરવપ્રદ ગણાય એવી બની છે.
સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા વડોદરા મુકામે આયોજીત ગુજરાત સ્ટેટ ડેડલિફ્ટ ચેમ્પિનશિપ – ૨૦૨૩ માં ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંકના કર્મચારી ભરતભાઈ જાદવે ગોલ્ડ મેડલ જીત્યો છે તો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા દિલ્હી ખાતે રામનાથ ગોયેન્કા વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુરતના ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાને વિશ્વના નામાંકિત બિલ ગેટ્સ તથા ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના રાજ કમલ ઝા દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આમ દિવસે દિવસે સુરત શહેરનાં નાગરિકો અને સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રમાં અનેરી સિદ્ધિઓ મેળવીને સુરત શહેરનું ગૌરવ વધારતા જાય છે. અનેરી સિદ્ધિઓ મેળવનાર સૌને અભિનંદન આપીએ, બિરદાવીએ અને અન્ય ક્ષેત્રોમાં પણ સુરતનાં નાગરિકો અનેરી સિદ્ધિઓ મેળવતા રહે અને શહેરનું નામ રોશન કરતા રહે એવી અભિલાષા વ્યક્ત કરીએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.\
ડરથી ડરો નહીં
ડર ફક્ત આ એક શબ્દનો ઉચ્ચાર કરીએ તો ભૂતકાળમાં આપણા જીવનમાં કોઈ ભયાનક પ્રસંગ યાદ કરીને ડરનો એહસાસ થાય છે. ‘શોલે ફિલ્મમાં અમજદખાનનો ડાયલોગ ‘જો ડર ગયા સો મર ગયા’ યાદ આવે છે. ‘ડર કે આગે જીત હૈ’ અક્ષયકુમારનો ડાયલોગ પણ છે અને ‘ડરના મોહબ્બત કરલે ’ ફિલ્મી ગીત પણ છે. ગમે તેવો હિંમતવાન માનવી કોઈ કેન્સરગ્રસ્ત HIV દર્દીને જોઈને ડર અનુભવે છે અને મનમાં આ બે મરણતોલ રીબાવનારીથી ભગવાન મને બચાવે એ માટે દુઆ કરે છે. સુખ, દુ:ખ, ખુશી ગમી નિરાશા આશા ભય નિર્ભય આ બધા માનવજીવન સાથે વણાયેલા છે. ધર્મ જ આનો સાચો ઉપાય છે જે માનવી ભગવાનને સાચા દિલથી યાદ કરે છે ભગવાન જ એને હિંમત બક્ષે છે. હિંમતના હાર પ્રભુકો પુકાર વહી તેરી નૈયા કરેગા પાર.
સુરત- મોહસીન એસ. તારવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.