National

બધા જ 41 કામદારોનું સ્વાસ્થ્ય સામાન્ય છે: ઋષિકેશની એઇમ્સએ આપી ઘરે જવાની મંજૂરી

ઋષિકેશ: (Rishikesh) એઇમ્સ (AIIMS) ઋષિકેશે ગુરુવારે સિલ્ક્યારા ટનલમાંથી (Silkyara Tunnel) બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારોને ઘરે પાછા ફરવા માટે યોગ્ય જાહેર કર્યા છે. તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે અહીં મીડિયાને માહિતી આપતાં ડો. રવિકાંતે જણાવ્યું હતું કે કામદારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેમના બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઈસીજી રિપોર્ટ સામાન્ય હતા. ડો. રવિકાંતે કહ્યું કે તેઓ શારીરિક રીતે સામાન્ય અને તબીબી રીતે સ્થિર છે. અમે તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી આપી છે.

લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ મંગળવારે રાત્રે કામદારોને ટનલમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તેઓ 17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા છે જેથી કામદારોને અનુકૂલનની જરૂર પડી શકે છે. તેમને બે અઠવાડિયાં પછી નજીકની હોસ્પિટલમાં ચેક-અપ માટે જવાની સલાહ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે 12 નવેમ્બર દિવાળીના દિવસે ઉત્તરકાશી ટનલમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો સતત જહેમત બાદ સુરક્ષિત બહાર આવ્યા હતા. રેસ્ક્યુ ટીમ સાથે NDRF અને SDRFની ટીમોની હાજરીમાં તેઓને મંગળવારે રાત્રે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય હવાઈ સેવાના (IAF) ચિનૂક વિમાન દ્વારા તમામ મજૂરોને ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેઓની તપાસ કરાયા બાદ તેઓને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે.

Most Popular

To Top