મુંબઇ: દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ (Rishab Shetty) ગયા વર્ષે પોતાની ફિલ્મ કાંતારાથી ખૂબ જ ખ્યાતિ (Famous) મેળવી હતી. કન્નડ (Kannada) ભાષામાં બનેલી આ ફિલ્મથી દર્શકો એટલા પ્રભાવિત થયા હતા કે આ ફિલ્મને હિન્દી સહિત બીજી ભાષાઓમાં (Language) પણ રિલીઝ કરવામાં આવી હતી. તેમજ આ ફિલ્મે દરેક ભાષામાં મોટી કમાણી કરી હતી.
કાંતારાને 2022માં 30 સપ્ટેમ્બરના રોજ રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેશિત હતી. જેણે તમામ ભાષાઓ સહિત 300 કરોડની કલેક્શન કરી હતી. તેમજ 2022ની હિટ ફિલ્મ બની હતી. આ ફિલ્મને જોયા બાદ જ સાઉથના કલ્ચર અને સંસ્કૃતિમાં લોકોની રૂચિ વધી હતી. ત્યારે કાંતારાની સફળતા બાદ હવે તેનું પ્રિક્વલ બનવવામાં આવી રહ્યું છે. જે 2024માં રીલીઝ કરવામાં આવશે.
કાંતારાએ કન્નડ ફિલ્મ છે. જેમાં ‘ભૂતા કોલા’ પૂજાની વાત કરવામાં આવી છે. ભૂતાકોલા એ એક સ્થાનીય પૂજા છે. જે દક્ષિણ કન્નડનાં તુલુનાડુ તેમજ તેના આજુબાજુનાં વિસ્તારોમાં મુખ્યત્વે કરવામાં આવે છે. ભૂતાકોલા એ તુલુ ભાષાનો શબ્દ છે જેમાં ભૂત એટલે આત્મા (ડેમી ગોડ) અને કોલા એટલે પ્રદર્શન થાય છે. ભૂતાકોલામાં ભૂતોની દેવ તરીકે પૂજા કરવામાં આવે છે, એટલા માટે સ્થાનિક લોકો એને દૈવા કહીને સંબોધે છે.
ફિલ્મ જોયા બાદ દક્ષિણ ભારતની આ પ્રથા વધુ પ્રચલિત થઇ હતી. તેમજ દર્શકોમાં આ ફિલ્મ રિલીઝ થયાં બાદ ‘કાંતારા’ ની સંસ્કૃતિ જાણવા માટે ઉત્સુક્તા વધી હતી. આ કારણે ફિલ્મના નિર્માતાઓએ ચાહકોને નિરાશ ન કર્યા અને આ ફિલ્મના પ્રિક્વલની જાહેરાત કરી.
મેકર્સે કાંતારાના પ્રિક્વલનું ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કર્યું છે. ‘કાંતારા’માં ઋષભે દક્ષિણ ભારતની પૌરાણિક કથાનો એક નાનકડો ભાગ જ ફિલ્મમાં દર્શાવ્યો હતો. હવે નવી ફિલ્મ આ વિષયે વધુ માહિતી આપશે.
શું છે ઋષભ શેટ્ટીનું પાત્ર?
પહેલી ફિલ્મમાં કથાના નાનકડા ભાગની વાત કરવામાં આવી હતી જેમાં બે દેવતા પંજુર્લી અને ગુલિગાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આ ફિલ્મના બીજા ભાગમાં આ બંન્ને દેવતાઓ એક જ શરીરમાં રહેતા હોવાનો ખૂલાસો થાય છે. આ સાથે જ પહેલી ફિલ્મ વિશે વધુ વિગતો આપતા આ ફિલ્મમાં જણાવાયુ છે કે, ગુલિગા એક ઉગ્ર દેવ છે. તેમનું કામ સજા કરવાનું છે. પૌરાણિક કથાઓમાં તેમના ક્રોધ અને બહાદુરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પંજુર્લીનું કામ રક્ષણાત્મક પ્રકૃતિનું છે. તે સમૃદ્ધિના આશીર્વાદ આપનાર છે.