Entertainment

કાંતારાના હીરો ઋષભ શેટ્ટીએ બોલિવુડ વિશે કરી એવી કોમેન્ટ જે સાંભળી ભલભલા ચોંકી ગયા

મુંબઈ: હાલમાં દરેક જગ્યાએ જે ફિલ્મની ચર્ચા થઈ રહી છે તે છે ઋષભ શેટ્ટીની (Rishabh Shetty) ‘કાંતારા’. (Kantara) મૂળ કન્નડ ભાષામાં બનેલી ‘કાંતારા’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. તેની સફળતા જોઈને તેને હિન્દી ભાષામાં પણ ડબ કરીને હિન્દી માર્કેટ માટે રિલીઝ કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીએ ‘કાંતારા’ વિશે કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે આ ફિલ્મ બૉલીવુડમાં (Bollywood) રીમેક થાય અને હવે તેણે કહ્યું છે કે તે પોતે બૉલીવુડમાં કામ કરવા નથી માંગતો. ઋષભ શેટ્ટીએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે.

ઋષભ શેટ્ટી કન્નડ (Kannad) ફિલ્મોનો સ્ટાર છે અને તેણે શરૂઆતથી જ આ ભાષામાં ફિલ્મો કરી છે. ‘કાંતારા’ જેવી ફિલ્મે ઋષભ શેટ્ટીને સમગ્ર ભારતનો સ્ટાર બનાવ્યો. હિન્દી મૂવી માર્કેટમાં જે લોકો ઋષભનું નામ પણ જાણતા ન હતા તેઓ હવે તેને ‘કાંતારા’ના નામથી ઓળખે છે. ઋષભ શેટ્ટી અને તેની ફિલ્મ ‘કાંતારા’ની પણ બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે.

આ કારણે ઋષભ શેટ્ટી બોલિવૂડમાં કામ નહીં કરે,

ઋષભ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં કામ કરવા અંગે કહ્યું, ‘હું કન્નડ ફિલ્મો કરવા માંગુ છું. મને કન્નડ હોવાનો ગર્વ છે. હું આજે જ્યાં છું તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કન્નડના લોકોના કારણે જ છું. માત્ર એક ફિલ્મ હિટ થઈ જાય એટલે મારો પરિવાર અને મિત્રો બદલાશે નહીં. મારો આત્મા કન્નડ સિનેમામાં જ રહે છે.

ઋષભ શેટ્ટી પહેલા યશ અને મહેશ બાબુએ પણ બોલિવૂડની ઓફર ઠુકરાવી છે
દક્ષિણના ઘણા કલાકારોએ બોલિવૂડમાં કામ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. જેમાં ‘KGF’ સ્ટાર યશ અને તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુનું નામ પણ સામેલ છે. મહેશ બાબુએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બોલિવૂડ તેને પોસાય તેમ નથી.

ઋષભ શેટ્ટીએ જણાવ્યું કે બોલિવૂડની ફિલ્મો કેમ ફ્લોપ થઈ રહી છે
હાલમાં જ ઋષભ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શા માટે બોલિવૂડ ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ક્યાં ભૂલ થઈ રહી છે. ઋષભ શેટ્ટીએ કહ્યું હતું કે હવે બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ પર પશ્ચિમનો પ્રભાવ વધુ છે. તેઓ એ જ વસ્તુઓ અને હોલીવુડને અહીં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઋષભ શેટ્ટીના કહેવા પ્રમાણે, ફિલ્મ નિર્માતાઓએ ધ્યાનમાં રાખવું પડશે કે તેઓ દર્શકો માટે ફિલ્મો બનાવી રહ્યા છે, પોતાના માટે નહીં. ઋષભ શેટ્ટીએ કહ્યું હતું કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓએ દર્શકોને એવી વાર્તાઓ પીરસવાની હોય છે, જેને તેઓ રિલેટ કરી શકે, જે તેમની સાથે સંબંધિત હોય.

‘કાંતારા’ની કમાણી, KGF 2ને પણ વટાવી
‘કાંતારા’ માત્ર 16 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન ઋષભ શેટ્ટીએ કર્યું હતું અને તેમાં તેણે અભિનય પણ કર્યો હતો. ‘કાંતારા’ રિલીઝ થયાને 40 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 274.24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, ‘કંતારા’ યશની ‘KGF 2’ને પછાડીને દેશની નંબર વન ફિલ્મ બની ગઈ છે.

Most Popular

To Top