ગાંધીનગર: વિધાનસભામાં કચ્છ (Kutch) જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં બે રાયપનિંગ એકમ (Ripening unit) ઊભા કરવા રૂ. ૭૦.૫૦ લાખની સહાય ચૂકવાઇ છે. આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એ.પી.એમ.સી., સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર્ડ ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે.
વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ ૫૦ હજાર ટન મહત્તમ ૩૦૦ ટનની મર્યાદામાં રૂપિયા ૧૫૦ લાખ, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ ૬૫ હજાર ટન મહત્તમ ૩૦૦ ટનની મર્યાદામાં રૂ.૧૯૫ લાખની સહાય એ જ રીતે એ.પી.એમ.સી., સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકાઓ રજિસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠન અંતર્ગત સામાન્ય વિસ્તારમાં પ્રતિ ૬૦ હજાર ટનની મર્યાદામાં ૩૦૦ ટન સુધી રૂ. ૧૮૦ લાખ અને આદિજાતિ વિસ્તારમાં ૭૫ હજાર પ્રતિટન મહત્તમ સુધી ૩૦૦ ટનની મર્યાદામાં રૂ.૨૨૫ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.