નવી દિલ્હી (New Delhi): વિરોધ દર્શાવવા અને અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર (Right To Protest) અમુક ફરજો સાથે આવે છે અને તેને “ગમે ત્યારે અને દરેક જગ્યાએ” દર્શાવી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે (SC) એક આદેશમાં કહ્યું હતું કે, 2019 માં દિલ્હીના શાહીન બાગમાં (Shaheen Bagh Protest) યોજાયેલા નાગરિકત્વ વિરોધી કાયદાના (Citizenship Amendment Act Bill -CAA) વિરોધ પ્રદર્શનની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. શાહીન બાગ ખાતે યોજાયેલા નાગરિકત્વ વિરોધી કાયદાના વિરોધ પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવતા સુપ્રીમ કોર્ટના ગયા વર્ષના ચુકાદા પર બાર કાર્યકરોએ સમીક્ષા અરજી દાખલ કરી હતી.
ન્યાયાધીશ એસ.કે. કૌલની ત્રણ જજોની બેંચે જણાવ્યું હતું કે “વિરોધ કરવાનો અધિકાર કોઈપણ સમયે અને બધે ન હોઈ શકે. કેટલાક સ્વયંસ્ફુરિત વિરોધ થઈ શકે છે પરંતુ લાંબા સમય સુધી અસંમતિ અથવા વિરોધ હોવાના કિસ્સામાં અન્ય લોકોના હકને અસર કરતી જાહેર જગ્યા પર સતત કબજો થઈ શકે નહીં.”. અનિરુદ્ધ બોઝ અને કૃષ્ણ મુરારીએ સમીક્ષાની અરજીને ફગાવી દેતાં કહ્યુ હતુ. 9 મી ફેબ્રુઆરીએ સમીક્ષાની અરજી ફગાવી દેવાઇ હતી પણ આ આદેશ ગઇકાલે રાત્રે આવ્યો છે.
ત્રણ જજોની ખંડપીઠે પુનરોચ્ચાર કર્યો કે જાહેર સ્થળોનો (Public places) વિરોધ પ્રદર્શન માટે કબજો કરી શકાતો નથી અને જાહેર વિરોધ “એકલા નિયુક્ત વિસ્તારોમાં” હોવા જ જોઇએ. “અસંમતિ અને લોકશાહી એકસાથે જાય છે,” ટોચની કોર્ટે ઓક્ટોબર 2020 ના ચુકાદામાં અવલોકન કર્યું હતું કે, “આ પ્રકારના વિરોધ સ્વીકાર્ય નથી”. દિલ્હીનું શાહીન બાગ વર્ષ 2019 માં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું હતું જ્યાં વિરોધીઓ – જેમાં મોટે ભાગે મહિલાઓ અને બાળકો હતા – ત્રણ મહિનાથી વધુ સમય સુધી બેઠા હતા. શાહીન બાગના વિરોધ પ્રદર્શનને વિશ્વવ્યાપી ધ્યાન મળ્યું હતું અને ટાઇમ મેગેઝિને આંદોલનનો ચહેરો એવા 82 વર્ષીય બિલકીસ દાદીનું સન્માન કર્યું હતું, જે 2020ના 100 પ્રભાવશાળી લોકોમાંના એક છે.
નાગરિકત્વ કાયદા (Citizenship Amendment Act Bill -CAA) હેઠળ 2015 પહેલા ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઇ છે. આ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો આ કાયદાને “મુસ્લિમ વિરોધી” ગણાવે છે. જેમ આ વર્ષે દિલ્હીની સરહદો છેલ્લા અઢીથી વધુ મહિનાથી કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શનનું (farmers’ protest) સ્થળ બની છે. તેમ 2019માં નવેમ્બર ડિસેમ્બર શાહીન બાગ CAAના કાયદાના વિરોધનું પ્રદર્શન સ્થળ બન્યુ હતુ. આવામાં પ્રશ્ન એ છે કે મહિના મહિના સુધી જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોનું ગુજરાન કોણ ચલાવે છે? અને બીજું આ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓનો રહેવા ખાવાનો ખર્ચ ક્યાથી આવે છે અને કોણ આપે છે?