ફ્રાંસે શરૂઆત કરેલ આ કાયદાનો હવે દુનિયાના ઘણા દેશો અમલ કરવા લાગ્યા છે, તેમાં ખાસ કરીને પોર્ટુગલ, બેલ્જીયમ, સ્પેન, ઇટાલી, અને ઓસ્ટ્રેલિયા મુખ્ય છે. કામદાર અને કર્મચારીઓના માનસિક ત્રાસ અને હતાશામાં સરી પડવાના અનેક કિસ્સાઓ આ કાયદાને કારણે ઘટ્યા છે. કામદારો અને કર્મચારીઓની સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તો આપણા દેશમાં ખાસ કરીને આઈ. ટી. અને જાહેર સાહસોમાં વધુ જોવા મળે છે.
આમ તો વર્ક ફ્રોમ હોમ એટલે જાણે નિરાંત એવું ઘણાં માને છે, પણ વાસ્તવમાં એ નીતિ અત્યંત શોષક નીતિ છે અને વર્ક ફ્રોમ હોમ ન હોય તો પણ ઘણી બેન્કોમાં તથા અન્ય જાહેર સાહસોની કચેરીઓમાં અધિકારી વર્ગને તો જાણે ફાયર વિભાગના કર્મચારી હોય તે પ્રમાણે ગમે તે ટાઈમે બોસની સૂચના વોટ્સ એપ, ઈમેલ કે ફોન દ્વારા આવે અને તેઓએ તે સૂચનાનું પાલન કરવું જ પડે, દેશોએ કાયદો જ પસાર કર્યો છે કે કચેરીના સમય પછી કોઈ પણ કંપની કે જાહેર સાહસોના પદાધિકારીઓએ કોઈ પણ કર્મચારી કે અધિકારીને કોઈ પણ માધ્યમ દ્વારા સંપર્ક કરવો નહીં અને જે કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તે કંપની કે કચેરીને ચોક્કસ સજાની જોગવાઈ છે. હું માનું છું કે આપણી સરકારના માનવ સંસાધન ખાતાએ આ બાબતે ગંભીર વિચારણા કરવી જોઇએ અને કર્મચારી યુનિયનોએ પણ આ રજૂઆત ભારપૂર્વક કરવી જોઇએ.
સુરત – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.