ગાંધીનગર: દિવાળી(Diwali)નો તહેવાર તમામ લોકો માટે ખુશીઓ લઈને આવે છે. ત્યારે આ દિવાળીનો તહેવારમાં ગુજરાત(Gujarat)નાં રીક્ષા ચાલકો(Auto Rickshaw Driver)ને મોટી ભેટ મળી છે. હવે ગુજરાતનાં રીક્ષા ચાલક આખા રાજ્યમાં ક્યાંય પણ રીક્ષા ચલાવી(Drive) શકશે(anywhere) વાહન વ્યવહાર કમિશનરે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જે રીક્ષાઓ કાયદેસરની માન્યતા ધરાવે છે તે રીક્ષાઓ આખા ગુજરાતમાં ચલાવી શકશે.
આખા રાજ્યમાં બિન્દાસ્ત ગમે ત્યાં ફરો
વાહનવ્યવહાર કમિશ્નરની 15મી ઓકટોબરનાં રોજ બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો. જે મુજબ, રીક્ષાઓને ગુજરાતમાં દરેક માર્ગ પર ચલાવવાની છૂટ આપવામાં આવે છે. જોકે, તે માટે એક ખાસ જોગવાઈ છે કે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજી, પેટ્રોલ તથા ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતી રીક્ષાઓને એક્સપ્રેસ વે સિવાયના માર્ગો પર ચલાવી શકાશે. સામાન્ય રીતે રીક્ષાને ચાર પ્રકારની પરમિટ આપવામાં આવતી હોય છે. આ પરમિટના વિસ્તાર તરીકે શહેર, જિલ્લો કે દર્શાવવામાં આવેલા શહેરમાં જ ફેરવવા દેવામાં આવે છે. જો કે હવે આ બંધનમાંથી રીક્ષા ચાલકોને મુક્તિ મળી ગઈ છે. હવે રીક્ષા ચાલકો આખા રાજ્યમાં રીક્ષા ફેરવી શકશે.
આ બાબતો ધ્યાનમાં રાખો
રીક્ષા ચાલકોને આખા રાજ્યમાં રીક્ષા ફેરવવાની છૂટ આપી છે. પરંતુ જે રીક્ષા ડીઝલથી ચાલતી હશે તે રીક્ષાઓને શહેરોમાં ફેરવવાની છૂટ આપવામાં નથી આવી. કારણ કે ડીઝલથી ચાલતી રીક્ષાઓને કારણે પ્રદુષણ થતું હોય છે. જેના કારણે આ રીક્ષાઓ શહેરમાં ફેરવી શકશે નહિ. પરંતુ જે શહેરોમાં સીએનજી સ્ટેશન નહિ હોય તેવા શહેરોમાં ડિઝલ રિક્ષાઓ ફેરવવાની છૂટ ચાલુ રાખવામાં આવી છે. હવાનું પ્રદુષણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, મોટર વેહિકલ એક્ટની કલમ ૩૯ અંતર્ગત ગુજરાતમાં ગમે ત્યાં રીક્ષા ફેરવી શકાશે. જોકે, ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી પેસેન્જર રિક્ષાઓને સમગ્ર ગુજરાતમાં ફેરવવાની પહેલાથી જ છૂટ છે.
રીક્ષા ચાલકોમાં ખુશી
પહેલા રાજ્યના રિક્ષાચાલકો માત્ર જિલ્લામાં જ ફરી શકતા હતા. હવેથી તેઓ આખા રાજ્યમાં ગમે ત્યાં જઈ શકશે. જેના કારણે રિક્ષાચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. રીક્ષા ચાલકોનાં જણાવ્યા મુજબ, આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે. અગાઉ એવું હતું કે રિક્ષા લઈને જિલ્લા બહાર જઈએ તો ટ્રાફિક પોલીસની હેરાનગતિનો પણ સામનો કરવો પડતો હતો. પણ આ નિર્ણય બાદ હવે ટ્રાફિક પોલીસ સાથે અન્ય રિક્ષાચાલકોને થતી કનડગતનો સામનો કરવો પડશે નહીં.