National

વેક્સિન નિકાસ પર પ્રતિબંધ મૂકવા રાહુલ ગાંધીની મોદીને અપીલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ -19 રસી નિકાસ પર તાત્કાલિક રોક લગાવવા અને જેને જરૂર હોય તે દરેકને વેક્સિન આપવા માટે માગ કરી છે.

પત્રમાં રાહુલ ગાંધીએ રસી પ્રાપ્તિ અને વિતરણમાં રાજ્ય સરકારોને વધુ મહત્વ આપવાની વાત કરી છે. ભારતમાં કોવિડ-19 ની વિનાશક બીજી લહેર વચ્ચે જરૂરિયાત ધરાવતાં વર્ગને સીધી આવક સહાયની જોગવાઈ કરવા પણ માગ કરી છે.

રાહુલ ગાંધીએ વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે ઉત્પાદન ક્ષમતા વધારવા અને રસી નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે અને રસી આપનારાઓને જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવે.

તેમણે ધારાધોરણો અને દિશાનિર્દેશો મુજબ અન્ય રસીઓની મંજૂરીની ઝડપી ટ્રેકિંગની માંગ કરી અને સાથે જેને જરૂર હોય તે દરેક માટે રસીકરણ ખોલવા માટે પણ તેમણે માંગ કરી હતી.

ગાંધીએ વડા પ્રધાનને હાલના રૂ. 3500 કરોડથી રસી પ્રાપ્તિ માટેના કેન્દ્રીય ફાળવણીને બમણી કરવા અને રાજ્ય સરકારોને રસી પ્રાપ્તિ અને વિતરણમાં વધુ મહત્ત્વ આપવા જણાવ્યું હતું.

આ પહેલા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, મર્યાદિત પુરવઠો હોવાને કારણે રસીઓને પ્રાધાન્ય આપવું પડશે, તેના એક દિવસ રાહુલ ગાંધીના સૂચનો આવ્યા હતા અને તેમણે શોક વ્યક્ત કર્યો હતો કે કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે.

રસીના મોટા પાયે નિકાસની મંજૂરી માટે સરકારને સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જ્યારે આપણો રાષ્ટ્ર રસીની અછતનો સામનો કરી રહ્યો છે, ત્યારે રસીના છ કરોડથી વધુ ડોઝની નિકાસ કરવામાં આવી છે. ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા ન્યાયી નિવેદનો મેળવવા માટે રસીની અછતને વારંવાર ઉજાગર કરી રહી છે.

Most Popular

To Top