Business

“ડાયમંડ બુર્સ”ને ધમધમતું કરવું એ સમયની માંગ છે!

સાચું કહીએ તો સુરતનું “ડાયમંડ બુર્સ” ફક્ત એક બિલ્ડિંગ નથી. આ શહેરના વિકાસ, ગૌરવ અને દુનિયાભરની ઓળખનું પ્રતીક છે. આજે તેને ધમધમતું કરવું એટલું જ જરૂરી છે જેટલું શહેરના ભવિષ્ય માટે શ્વાસ લેવું જરૂરી છે. આ કામ માત્ર હીરા વેપારીઓનું નથી – પણ આપણે, તમારે અને દરેક નાગરિક અને નેતાની પણ જવાબદારી છે. જે માટેડાયમંડ બુર્સનું મહત્વ યુવાનો, નાગરિકો અને નવિન ઉદ્યોગકારો સુધી પહોંચે એ જરૂરી છે. દરેક સુરતવાસી પાસે આ પ્રોજેક્ટ વિશે સાચી જાણકારી પહોંચવી જોઈએ. જે રીતે હીરા વેપારીઓ બુર્સમાં સ્થાનાંતરિત થવાનું નક્કી કરી રહ્યાં છે, એ જ રીતે સુરતની અન્ય સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ અને વ્યવસાયિક સંસ્થાઓએ પણ આગળ આવી પોતાનું યોગદાન આપવું જોઈએ. અને હા, આ મુદ્દો ફક્ત ચૂંટણી માટે ન હોવો જોઈએ. ડાયમંડ બુર્સમાં કામ ચાલુ થતા નવી રોજગારીની તકો, નવી બિઝનેસ શરૂઆત અને રોકાણનો  માહોલ ઊભો થશે. જે સુરતનાં ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. ડાયમંડ બુર્સ માત્ર હીરા વેપારીઓ માટે નહી પણ આખા સુરત માટે ગૌરવ છે.
પર્વત ગામ, સુરત-આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top