Vadodara

વડોદરા એસ.ટી ડિવિઝનની 5 દિવસમાં 600 ટ્રીપથી 38 લાખની આવક

વડોદરા : હોળીના તહેવારમાં વધારાની બસો દોડાવવાના  આયોજનને કારણે એસ્તીની આવકમાં ધરખમ વધારો થયો છે એક અંદાજ મુજબ વડોદરા વિભાગને પાંચ દિવસમાં જ 30 થી 35 લાખ રૂપિયાની આવક થઈ છે જ્યારે રાજ્યભરમાં હોળીના તહેવારને પગલે 3 કરોડ 76 લાખની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે આમ કોરોનાના છેલ્લા બે વર્ષથી ડચકા ખાઈ ચાલતું એસ.ટી.તંત્ર ધીમે ધીમે  ખોટમાંથી બહાર આવી રહ્યું છે.કોરોના ના કારણે છેલ્લા બે વર્ષથી એસટી વિભાગની આવક પર વ્યાપક અસર થઈ હતી જોકે કોરોનાની ગતિ ધીમી પડતા ધીમે ધીમે એસટી વિભાગ પણ ગતિશીલ થઈ રહ્યું છે કોરોનાના બે બાદ પ્રથમ વખત હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી થતા એસટી વિભાગને પણ હોળીનો તહેવાર ફળ્યો હતો.

ગુજરાતભરમાં એસટી વિભાગ દ્વારા 6932 વધારાની બસો દોડાવવામાં આવી હતી જેને કારણે રાજ્યના એસટી નિગમને 3 કરોડ 76 લાખની આવક થઈ હતી  એવી જ રીતે વડોદરા એસ.ટી વિભાગની  આવકમાં પણ વધારો થયો હતો હોળી ધૂળેટીના તહેવાર ને પગલે વડોદરા ડિવિઝન દ્વારા 600થી વધુ બસોની ટ્રીપો શરૂ કરાઇ હતી દાહોદ, પંચમહાલ ગોધરા સંતરામપુર લીમખેડા સહિત વિવિધ રૂટોની એક્સ્ટ્રા બસો ચલાવાઈ હતી જેને પગલે માત્ર 5 દિવસમાં જ વડોદરા એસટી વિભાગને લગભગ 30 થી 35 લાખની આવક થઈ હતી. હોળી ધૂળેટીના તહેવારોના આ પાંચ દિવસ દરમિયાન મોટાભાગની એક્સ્ટ્રા બસો લગભગ પેક ગઈ હતી અને મુસાફરોનો ધસારો ચાલુ જ રહ્યો હતો. આમ ધીમે ધીમે એસટી નિગમની આવક વધતા તંત્ર પણ ખોટના ખાડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે.

બે વર્ષ પછી તહેવારોની ઉજવણી થતાં ડેપોમાં પણ મુસાફરોનો ધસારો
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો લગભગ બંધ રહ્યા હતા જેની અસર એસટીને પણ થઈ હતી એસટી ખાતું મોટાભાગના દિવસોમાં  ડચકા ખાતું ખાતું જ ચાલતું હતું બસોના  તમામ રૂટ ચાલતા હોવા છતાંય મુસાફરોની સંખ્યામાં જોઈએ તેવો ઘસારો ન હતો ખાસ કરીને લાંબા રૂટની બસોમાં મુસાફરો ઓછા જોવા મળતા હતા લગ્ન સિઝન વેળાએ બસોમાં ભીડ હતી પરંતુ આ સિવાય મોટાભાગના દિવસોમાં મુસાફરોની ભીડ  ગાયબ રહેતી ત્યારે બે વર્ષ પછી હવે જીવન ફરી ધબકતુ થયું છે અને તહેવારોનો માહોલ પણ જામ્યો છે ત્યારે એસટી ડેપોમાં પણ મુસાફરોનો જમાવડો થઈ રહ્યો છે.

Most Popular

To Top