ચોમાસાના દિવસો હતા.વરસાદ વરસી રહ્યો હતો.અમુક વિસ્તારમાં ભારે વરસાદ હતો અને અમુક વિસ્તારમાં ઓછો વરસાદ હતો.ઘણા વરસાદનો આનદ માણવા ભાર ફરવા નીકળ્યા હતા અને ઘણા કામ પુરા કરવા.એક મસ્તીમાં મસ્ત યુવાન પોતાની બાઈક પર વરસાદનો આનંદ માણવા લટાર મારવા નીકળ્યો.ઠંડી હવા અને આછા વરસાદની મીઠી છાલક માણતો તે પુરપાટ બાઈક ચલાવી રહ્યો હતો.રસ્તામાં થોડે ઉર એક નદી વહેતી હતી.યુવાને નદીકિનારે જવાનું નક્કી કર્યું અને પુરપાટ બાઈક ભગાવી.અને તેણે બાઈકની સ્પીડ વધારી બરાબર તેજ સમયે એક ખિસકોલી રસ્તા વચ્ચે દેખાઈ પણ મોડું થઇ ચુક્યું હતું ; હવે જો તે ખિસકોલીને બચાવવા બ્રેક મારે તો બીક સ્પીડમાં હોવાથી પોતે પડી જાય તેથી તેને બ્રેક મારી નહિ અને ખિસકોલી ઘવાઈ ગઈ અને યુવાન કોઈ પરવા કર્યા વિના પોતાની બાઈક તે જ સ્પીડમાં ભગાવી નદી તરફ આગળ વધી ગયો
ખીસકોલી રસ્તા વચ્ચે લોહી નીકળતી હાલતમાં કણસતી હતી.થોડીવારમાં બીજો યુવાન બાઈક પર આવ્યો તે નદીની પેલે પાર આવેલા ગામમાં કોઈ અગત્યના કામે જતો હતો.તેણે ઘાયલ ખિસકોલીને જોઈ.તેને દયા આવી.તેણે તરત બાઈક રોક્યું અને ખિસકોલીને જાળવીને પશુઓના દવાખાને પહોંચાડી અને ખિસકોલીએ આંખો ખોલી અને થોડું પાણી પીધું પછી યુવાનને રાહત થઇ.યુવાને પોતાનું કામ ભૂલીને ખિસકોલીને સમયસર સારવાર અપાવી તેનો જીવ બચાવ્યો.આ બધું કરવામાં તેને પોતાના કામમાં મોડું થઇ ગયું હતું.
અને વરસાદનું જોર પણ વધી રહ્યું હતું.તેથી તેણે પોતાના કામને આવતીકાલે મુલતવી રાખ્યું .અને ખિસકોલી પાસે જ થોડો સમય બેઠો. આ બાજુ ખિસકોલીને ઘાયલ કરીને પોતાની મસ્તીમાં આગળ વધી જનાર યુવાન નદીકાંઠે પહોંચ્યો અને નદીમાં પુરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેથી નદીના પાણીમાં મસ્તી કરવામાં મશગુલ યુવાન નદીના પ્રવાહમાં તણાવ લાગ્યો.અને તેને બચવવા કોઈ ન હતું.આ યુવાને પોતાની મસ્તી અને મજા માટે બાઈક સ્પીડમાં ચલાવી..ખિસકોલીને જોવા છતાં પોતે પડી ન જાય તે માટે બાઈકને રોકી નહિ અને ઘાયલ કરી આગળ વધી ગયો હતો અને અત્યારે તે નદીના પૂરમાં તણાઈ રહ્યો હતો.
અને પેલા વરસતા વરસાદમાં અગત્યનું કામ પૂરું કરવા નીકળેલ યુવાન ખિસકોલીને ઘાયલ જોઈ કામ ભૂલીને ખિસકોલીને બચાવવા દવાખાને લઇ ગયો તેમાં ઘણો સમય લાગ્યો અને તેહી નદી પાર કરી સામે ગામ જવાના રસ્તા નદીના પૂરમાં ડૂબ્યા તે સમયે તે ત્યાં હતો નહિ જેથી તે પૂરમાં તણાતા બચી ગયો.જાણે બન્ને યુવાનને તેમના ક્રમનું ફળ તુરંત મળી ગયું.યાદ રાખજો કે તરત મળે કે મળે વર્ષો બાદ …પણ સારા અને ખરાબ કર્મોનું ફળ મળે છે અચૂક એટલે હંમેશા નાના નાના પણ સારા કર્મ કરવા અને ખરાબ કર્મ કરવાથી બચવું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.