Comments

કાયદાની પીછેહઠ: લોકશાહીનો વિજય

India falls two places to 53 in Democracy Index's global ranking | Business  Standard News

મુકત બજારના અર્થશાસ્ત્રીઓએ હવે પાછા ખેંચાયેલા ખેતી કાયદાઓને એ માન્યતાથી ટેકો આપ્યો હતો કે તેનાથી તેની આવક અને ઉત્પાદકતા વધશે. ડાબેરી અર્થશાસ્ત્રીઓએ ખેતી કાયદાઓનો એવી માન્યતાથી વિરોધ કર્યો હતો કે તેનાથી ખેડૂતો મોટા વ્યવસાયોની ધૂનને આધીન બનશે. મારા મતે ખેતી કાયદાની મુખ્ય સમસ્યા તેની સામગ્રી ન હતી બલ્કે જે રીતે તેનો મુસદ્દો ઘડાયો હતો અને તે રીતે ખરડો પસાર કરાયો હતો તે છેતરામણી રીતે વાંધાજનક હતો. જે રીતે કાયદો ઘડાયો અને જે રીતે તેનો વિરોધ કરનારા ખેડૂતો સામે સખત વ્યવહાર થયો તે લોકશાહી પ્રક્રિયા અને રસમોના સદંતર ભંગ સમાન હતો.

ભારતનું બંધારણ ખેતીને રાજયનો વિષય ગણાવે છે અને આ ત્રણ ખેતી કાયદા ઘડાયા તેમાં રાજયોને, અરે ખુદ ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં રાજયોને પણ પૂછવા કહેવામાં આવ્યું ન હતું. લાગે છે તો એવું કે આ કાયદાનો ખરડો વડાપ્રધનના કાર્યાલયમાં ઘડાયો હતો અને તેમાં કેબિનેટ કે કૃષિ પ્રધાનો પણ ભાગ્યે જ લેવાયા છે. મોદી સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી એકપક્ષી નિર્ણય લેવા માટે જાણીતી થઇ છે.

ભારત જેવા વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિ ધરાવતા વિશાળ દેશમાં ખેતી જેવા ક્ષેત્રમાં એક સરખા માપનું માળખું શાણપણભર્યું નથી. રાજયોમાં અને રાજયો વચ્ચે જમીન, પાણી, પાક લેવાની પધ્ધતિ, ખેતીવાડીનો ઇતિહાસ અલગ અલગ હોય ત્યાં વડાપ્રધાન રાજયો સાથે કોઇ પણ ચર્ચા કર્યા વગર આવું વિવાદાસ્પદ પગલું કઇ રીતે ભરી શકે? ખેતી કાયદા જયારે સંસદમાં લઇ જવાયા ત્યારે લોકશાહી ધોરણોની ‘ઐસીતૈસી’ કરી નાંખવામાં આવી હતી. આ કાયદાના આવા પ્રત્યાઘાત પડશે એવું હોય ત્યારે આ કાયદાઓને સંસદીય સમિતિને સોંપી દેવાનું શાણપણભર્યું હતું જે સલાહ મસલત કરી તેને સુધારી શકાયું હોત. આવું કંઇ નહીં કરવામાં આવ્યું એ પણ આ શાસનની લાક્ષણિકતા છે.

લોકસભામાં ભારતીય જનતા પક્ષની સગવડદાયક બહુમતી  હોય તેનો અર્થ એ થાય કે ત્યાં આ કાયદા સહેલાઇથી પસાર થઇ જાય પણ સાથે સભામાં પોતાને બહુમત ટેકો હોવાની ભારતીય જનતાપક્ષને ખાતરી ન હતી. અહીં વિરોધ પક્ષનું પ્રતિનિધિત્વ બહેતર છે અને તેણે આખી બાબતની સંપૂર્ણ ચર્ચા કરવાની આશા રાખી હતી પણ રાજયસભાના નાયબ અધ્યક્ષ હરિવંશે પણ પોતાના પદને ન છાજે તેવા કૃત્યમાં આ ખરડાઓ પર ચર્ચા પણ નહીં થવા દીધી કે બહુમતીને તેનો ટેકો છે એવો દાવો કરી મૌખિક મતદાન કરાવી ખરેખરું મતદાન થવા દીધું નહીં.

જે ચૂપકીદીથી ખરડો ઘડાયો અને ઉતાવળે પસાર કરાયો તેણે ઉત્તર ભારતના ખેડૂતોમાં આવો વ્યાપક વિરોધ પેદા કર્યો. પારદર્શિતા રખાઇ હોત અને રાજયોના કૃષિ પ્રધાનો સાથે ચર્ચા કરાઇ હોત અને ખેડૂતોના અભિપ્રાયને ગણતરીમાં લેવાયા હોત તો કદાચ પરિણામ જુદું જ આવ્યું હોત. અંબાણીઓ અને અદાણીઓ જેવા કોર્પોરેટ ગૃહો ખેતીના ક્ષેત્રમાં પ્રવેશ કરતા હોવાથી ખેડૂતોની ચિંતા વધતી જતી હતી. હરતોશ સિંહ બાલ નામના એક ટીકાકારે તો ં ‘મંડી, માર્કેટ એન્ડ મોદી’ નામના લેખમાં લખ્યું હતું કે ખેતી કાયદાનું સ્વરૂપ જોતાં એવું સરળતાથી કહી શકાય કે અદાણી ગૃપ તેનો ફાયદો ઉઠાવવા માટે સજ્જ છે.

ખેતી કાયદા પસાર કરવા દ્વારા મોદી સરકારે પ્રજાસત્તાકના સમવાય તંત્ર અને ખુદ સંસદનો તિરસ્કાર કર્યો છે. મોદીએ લોકશાહીની પધ્ધતિનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાથી ખેડૂતો સત્યાગ્રહના માર્ગે ગયા અને નવી દિલ્હીના સીમાડે ખુલ્લા આકાશ નીચે પડી રહ્યા અને તેમનો વિરોધ પ્રશંસનીય રીતે અહિંસક રહ્યો પણ છતાં કેન્દ્ર સરકારે તેનો બર્બરતાપૂર્ણ પ્રતિભાવ આપ્યો. તેમના પર પાણીનો ધોધ છોડાયો, રસ્તા પર આડશો કરવામાં આવી અને ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું અને પત્રકારોએ આંદોલનકારીઓને છૂપા વેશમાં રહેલા ખાલિસ્તાનીઓ ગણાવી દમનમાં ઉમેરો કર્યો પણ સત્યાગ્રહીઓ ટસ કે મસ નહીં થયા.

લડત દરમ્યાન બીમાર થવાથી સેંકડો ખેડૂતો માર્યા ગયા છતાં તેઓ મોટી સંખ્યામાં એકત્ર થતા રહ્યા. સરકારને કેન્દ્રના પ્રધાનો સાથે ખેડૂતોની બેઠકો બોલાવવાની ફરજ પડી ભલે વડાપ્રધાન તેમાં હાજર ન રહે. મોદીએ તેમને ‘આંદોલન જીવી’ઓ ગણાવ્યા. સંસદમાં ઠેેકડી ઉડાવી તે જ નરેન્દ્ર મોદીનો તેમના માટે જાહેર સંદર્ભ હતો. તેઓ આખું વર્ષ આંદોલન પર બેઠા છતાં મોદીને હતું કે વિરોધ શમી જશે પણ એવું બન્યું નહીં.

અને પાંચ રાજયોની વિધાનસભાઓની ચૂંટણી નજીક આવી રહી છે અને તેમાંથી કેટલીક ચૂંટણીઓમાં ભારતીય જનતાપક્ષને માર પડે તેમ હોવાથી વડાપ્રધાને રાષ્ટ્રજોગું પ્રવચન કરી 19મીએ શુક્રવારે ખેતી કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી. સત્તર મિનિટમાંથી છેવટની પંદરમી મિનિટે આ જાહેરાત કરી બાકી તો પોતે જાહેર જીવનનાં પાંચ દાયકામાં ખેડૂતોને માટે કેટલું કર્યું તેના વિશ્લેષણમાં ગઇ, આમ છતાં મોદીએ પોતાનો નિર્ણય બદલ્યો તે મહત્ત્વનું છે કારણ કે આ પહેલી વાર એવું બની રહ્યું છે કે મોદી સ્વીકારતા હોય કે પોતાને કારણે અન્યોને સહન કરવું પડયું હોય.

2002માં પોતાની જ નિગરાની હેઠળ જે કંઇ થયું તેનો મોદીએ કયારેય પસ્તાવો નહોતો કર્યો. કેટલાંક વર્ષો પછી એક વિદેશી પત્રકારે આ બાબતમાં તેમને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે હુલ્લડમાં માર્યા ગયેલા (મોટા ભાગના મુસલમાન) લોકોના નસીબને કોઇ કારના પૈંડા હેઠળ અકસ્માત કચડાઇ જતા ગલુડિયાના નસીબ સાથે સરખાવ્યું હતું. મોદી જેમાં વધુ સીધી રીતે જવાબદાર હતા તેવી માનસ યાતનાની કોઇ પણ ઘટનાઓ વિશે તેમણે કંઇ કહ્યું નથી. મોદીએ ભારતીય અર્થતંત્રને પાયમાલ કરી નાંખનાર અને લાખો લોકોની જ જિંદગી બરબાદ કરી નાંખનાર 2016ની નોટબંધી કે બહાદુર પત્રકારો અને તસ્વીરકારોએ અનુભવેલી સ્થળાંતરિત કામદારો પર લોકડાઉનની ભયંકર અસર વિશે દિલગીરીનો એક શબ્દ પણ કહ્યો નથી.

તેથી મોદીએ તા. 19મીના પ્રવચમાં કહ્યું કે મેં ક્ષમા ચાહતા હું તે તેમને માટે અભૂતપૂર્વ છે. પાંચ વર્ષ પહેલાં નવેમ્બરના જ આઠમા દિને મોદીએ જયારે રૂા.500ની અને રૂા.1000ની નોટ રદ કરી ત્યારે કેટલાક રાજકીય નિરીક્ષકોએ અટકળ બાંધી હતી કે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજય વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને મદદ કરવાનો છૂપો હેતુ હોઇ શકે. એવી દલીલ થતી હતી કે આ પગલાને કારણે ભારતીય જનતા પક્ષ પાસેની રોકડ ખતમ થઇ જશે. ખેતી કાયદાની નાબૂદી પાછળ પણ આ જ ઇરાદો હોઇ શકે.

ઉત્તર પ્રદેશમાં જે રીતે ચૂંટણી પ્રવાહ ચાલે છે તેમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના આંદોલનકારી ખેડૂતોના મત મહત્ત્વના નીવડી શકે. ટવીટર પર કેટલાક ઉત્સાહીઓએ મોદીના ખેતીના કાયદા પાછા ખેંચી લેવાના પગલાને ‘દેશ માટે પીછેહઠ’ સમાન ગણાવ્યું છે. આ ચુકાદો કસમયનો છે. ખેતી કાયદા જે રીતે ઘડાયા હતા તેની ઉપયુકતતા વિશે અર્થશાસ્ત્રીઓમાં પણ સર્વાનુમતિ ન હતી. તેનો હેતુ સારો હોય તો પણ તેની રીત ખરાબ હતી. શાંત આંદોલનકારી ખેડૂતો પર જે રીતે હુમલા થયા તે પણ પ્રજાસત્તાકના સિધ્ધાંતોને અનુરૂપ ન હતા. ખેતી કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લોકશાહીનો આપખુદી પર આંશિક અને કદાચ ફેરવી શકાય તેવો વિજય છે પણ વિજય તો છે જ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top