SURAT

મનપાએ ટેન્ડર વગર ફાળવેલા પ્લોટમાં રેસ્ટોરન્ટ્સ શરૂ થઈ ગઈ

સુરત: સુરત મનપા(SMC)ના શાસકોએ થોડા સમય પહેલાં આવક ઊભી કરવાના બહાને મનપાના ઘણા પ્લોટ(Plot) ટેન્ડર વગર જ ટૂંકી મુદતના ભાડા પટ્ટે જુદા જુદા હેતુ માટે ફાળવી દીધા હતા. એ સમયે પણ મળતીયાઓને ફાળવણી કરી હોવાના આક્ષેપો થયા હતા. જો કે, હવે આ પ્લોટ મનપાએ જે હેતુથી ભાડા પટ્ટે ફાળવણી કરી છે તેના બદલે વધુમાં વધુ આવક થઇ શકે તેવા હેતુ માટે ઉપયોગ થઇ રહ્યો હોવાની ફરિયાદ સાથે વિજિલન્સ તપાસની માંગણી આમ આદમી(aap) પાર્ટીના નેતા દિનેશ કાછડિયા(Dinesh Kachhdiya) દ્વારા કરવામાં આવી છે.

  • સ્થાયી સમિતિએ ટેન્ડર વગર ફાળવેલા પ્લોટમાં રેસ્ટોરન્ટ્સ શરૂ થઈ ગઈ : વિજિલન્સ તપાસની માંગ
  • જ્યારે શાસકોએ આ પ્લોટની ફાળવણી કરી ત્યારે પણ વિવાદ થયો હતો
  • ઉત્રાણ, કોસાડ, મોટા વરાછામાં મળતિયાઓને ફાળવાયેલા પ્લોટમાં ભળતી જ પ્રવૃત્તિઓ શરૂ કરી શરત ભંગ થયો

મનપા કમિશનરને થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નજીવી કિંમતે જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તે પૈકી 27 જાન્યુઆરી-2022ના રોજ સ્થાયી સમિતિએ દાતાર કન્સલ્ટન્ટ્સીને વરાછા-બી ઝોનમાં ટીપી સ્કીમ નં.27 (ઉત્રાણ-કોસાડ)માં ફાઈનલ પ્લોટ નં.198ની 2705 ચો.મી. જગ્યા અને ટી.પી. સ્કીમ નં.24 (મોટા વરાછા-ઉત્રાણ)માં ફાઈનલ  પ્લોટ નં.208ની 2417 ચો.મી. જગ્યા છ માસ માટે માત્ર 0.75 પૈસા પ્રતિ ચોરસ મીટર પ્રતિદિન ફાળવણી કરી છે. આ જગ્યામાં સિઝનલ વસ્તુના વેચાણ કરવાનો હેતુ બતાવાયો હતો. પરંતુ અહીં ટેમ્પરેરી સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે અને રેસ્ટોરન્ટ ધમધમી રહ્યાં છે. તેથી મનપાને ફટકો પડી રહ્યો છે.

સુરત મનપાને વિકાસ કામો માટે રાજ્ય સરકાર રૂા. 280 કરોડ ફાળવશે
સુરત: રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા, સત્તામંડળોને આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે રૂા. 1,184 કરોડના ચેક અર્પણ કરવામાં આવશે. બુધવારે ગાંધીનગર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી દર વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોને સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત મહાનગરપાલિકાને રૂા. 280 કરોડના ચેક આપવામાં આવશે. બુધવારે સુરત શહેરના મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષના હસ્તે આ ચેક સ્વીકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાને કુલ રૂા. 578 આપવામાં આવશે જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા રૂા. 280 કરોડના ચેક આપવામાં આવશે.

Most Popular

To Top