Charchapatra

લોકલ ટ્રેન ફરી ચાલુ કરો

વલસાડ-વિરમગામ પેસેન્જર, ભરૂચ-વડતાલ ભકતાણી પેસેન્જર તથા અન્ય લોકલ ટ્રેન ઘણા સમયથી બંધ છે. કોરોનાના કારણે બંધ હતી. પણ હાલ સંપૂર્ણ રસીકરણ તથા સરકારે લીધેલા કોરોના સામે સુરક્ષિત પગલાના લીધે આપણે કેટલીક શરતોનું સંપૂર્ણ પાલન કરી કોરોનાથી સુરક્ષીત થયા છે.  વલસાડ વિરમગામ, ભક્તાણી જેવી પેસેન્જર ટ્રેનો બંધ હોવાથી વિદ્યાર્થી અને નોકરી ઉપર જીવન જીવતા (મારા જેવા સામાન્ય) વ્યક્તિ હાલ ટ્રેન બંધ હોવાથી કેટલાક લોકોએ ખાનગી વાહનોમાં મોંઘી મુસાફરી કરવી પડે છે. હાલની મોંઘવારીની પરિસ્થીને જોતા ટ્રેન જ શ્રેષ્ઠ મુસાફરીના વિકલ્પ છે. આ ટ્રેન શરુ કરવામાં આવે કોવિડના નિયમના પાલન સાથે તો સામાન્ય મધ્યમ વર્ગ જીવતા લોકોને ઘણી રાહત મળે. અને એ રાહત કુટુંબ પરીવારમાં વાપરી શકે એ હેતુસર પણ આ ટ્રેન શરૂ કરી મુસાફરોને રાહત મળે અને સરકારને પણ આવક મળે એ હેતુસર વલસાડ-વિરમગામ પેસેન્જર, ભક્તાણી પેસેન્જર શરુ કરવા નમ્ર વિનંતી. દક્ષિણ ગુજરાતમા તો નોકરી કરવી અપડાઉન કરવી જ પડે છે. માટે મધ્યમવર્ગની આ સમસ્યા હલ કરવા વહેલી તકે સુરક્ષાના ઉપાય સાથે બંધ ટ્રેનો ચાલુ કરવા વિનંતી. જે લોકો પહેલેથી જ રીઝર્વેશન, સુપર ફાસ્ટ, મેલ-એક્સપ્રેસ મુસાફરી કરે છે તેમને કોઈ સમસ્યા નથી માત્ર આ સમસ્યા મધ્યમ વર્ગની છે તો જલ્દી મધ્યમ વર્ગના હિત માટે પણ ટ્રેને શરૂ કરવી.
માંજલપુર વડોદરા -જયંતીભાઈ પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top