એક સમય હતો જ્યારે ચીન આપણને બધી જ દિશાઓથી ઘેરવાના પ્રયત્નો કરતું હતું. માલદીવ્સમાં તેનું લશ્કરી થાણું, શ્રીલંકા ખાતે હંબનટોટા બંદરે, મ્યાનમારમાં સીતવે બંદરે તેની નૌસેનાના થાણા નાંખી આપણા દેશના વેપાર માટે કરોડરજ્જૂ એવા જળમાર્ગોને રોકવાના પ્રયત્નો કરતું હતું. હવે સમય બદલાયો. સરકારની સફળ વિદેશનીતિથી આપણા સૈન્યના થાણાઓ સાગરમાલા યોજના અંતર્ગત બનવા માંડ્યા છે. હમણાં હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને, જોડતી, ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની વચ્ચેથી પસાર થતા સાંકડી મલક્કાની ખાડી આવેલ છે. આનું રણનીતિક મહત્ત્વ એ છે કે, ચીનનો એંસી ટકા વેપાર આ સાંકડી ખાડી પર આધારિત છે.
આ મલક્કા ખાડીનો જે છેડો આપણા આંદામાન નિકોબારના ટાપુઓ પાસે છે ત્યાં એક ગાલાથેઆ નામની એક ખાડી છે. આ ખાડીની આજુબાજુ આવેલા ટાપુ પર આપણી કેન્દ્ર સરકારે એક મોટો પ્રોજેકટ એંસી હજાર કરોડના ખર્ચે ચાલુ કર્યો છે. જે અંતર્ગત અહીં ડીપ સી ટ્રાંસશીપમેન્ટ બંદર, એક વિદ્યુત યોજના, ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા ચાર લાખ લોકો માટે એક ટાઉનશીપ બનાવશે. એટલે કે, અહીં આપણું એક મોટું સૈન્ય થાણું બનવાનું છે. આ ખાડી પર આપણો સંપૂર્ણ કબજો સ્થપાશે. ચીન સાથે જો કાલે ઉઠીને યુધ્ધ થાય તો આપણે આ મલાકકાની ખાડીને ઘેરીને ચીનનો વેપાર બંધ કરી ચીનનું નાક દાબી શકીશું.
નેત્રંગ – જયસીંગ વસાવા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.