Charchapatra

આસ્તિકતાનો સત્કાર

જેને ઈશ્વરમાં શ્રધ્ધા ન હોય પણ માનવમાં શ્રધ્ધા હોય તે નાસ્તિક ન કહેવાય. જેને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણામાં શ્રધ્ધા હોય તેવો માણસ ભગવાનમાં ન માનતો હોય તો પણ આસ્તિક ગણાય. માણસ શ્રધ્ધા વિના તરી ન શકે અને અંધશ્રધ્ધા વિના ડૂબી ન શકે. કાર્લસેગન જેવા દ્રષ્ટાએ ઈશ્વરની સાબિતી માંગનારને એક જ વિધાનમાં ઘણું કહી દીધું છે. પુરાવાનો અભાવ એ કંઈ અભાવનો પુરાવો નથી. ટૂંકમાં શ્રધ્ધા, વિવેકબુદ્ધિ સાથેનું જીવન એ આસ્તિકતાનો સત્કાર છે.
બામણિયા- મુકેશ બી. મહેતા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમલદારશાહિ અને ગુંડાશાહી
ન્યાયતંત્ર હોય, પોલીસતંત્ર હોય કે વહીવટી તંત્ર હોય અસહ્ય વિલંબનીતિથી પ્રજા બંડખોર બને છે કે પછી ખંડણીખોર. સાંસદ બનનાર ઉમેદવારનું કાનુન દ્વારા એક શૈક્ષણિક ધોરણ નકકી કરવું જોઇએ. આજે અંગુઠાછાપ, સંપત્તિવાન, અભણ ઉમેદવાર આપણા પર રાજ કરે છે. ઉપરોકત સાંસદોેને કાયદા ઘડવાની બાગડોર સોંપવામાં આવી છે. આપણને જરા સરખો વિચાર આવતો નથી. અબૌધ્ધિક અને અજ્ઞાની સાંસદો પહેલેથી જ એવા કાયદા ઘડે છે કે જેમાં છીંડા અચૂક હોય છે. સામાન્ય ગુનેગારને જામીન મળતો નથી જયારે મહા કૌભાંડીઓને કદી જેલ જવું પડતુ નથી. તેઓને તરત જ જામીન મળી જાય છે અને ધારોકે ન મળે તો જેલમાં મહેલ જેવી પૈસાના જોરે સુવિધા મળે છે. મીટીંગો પણ ભરાય છે અને ફોન દ્વારા ખંડણી પણ ઉઘરાવાય છે. ઇગ્લેન્ડના પ્રધાન ચર્ચીલે કહ્યું હતું કે ભારતીયો લોકશાહીને લાયક નથી.
રાંદેર               – અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top