આપણે સ્વતંત્રતાના જયારે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે ત્યારે દરેક નાગરિકનું સ્વતંત્રતા સેનાની પ્રત્યેનું એક ઋણ છે જે અદા કરવું જોઇએ અને એની પૂર્તિ અલગ અલગ પ્રકારના સંકલ્પ લઇ કરવી જોઇએ. દાખલા તરીકે એક દિવસ અથવા એક મહિનો કે એક વર્ષ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીશ. જાહેર સેવાઓ માટે ઉપયોગી પરિવહનોને નુકસાન ન થાય તેની કાળજી રાખીશ. મને વેતન મળે છે તેને સંપૂર્ણ ન્યાય મળે એ ધ્યાન રાખીને ફરજ પૂરી કરીશ.
ગુટખા, પાન કે માવાને સિગારેટ જેવી કુટેવોને છોડવાનો અમૂક સમય માટે પ્રયત્ન કરીશ અથવા તે આદત છોડી દઇશ. જાહેર માર્ગો પર કચરો ફેલાવીશ નહીં. જાહેર માલમિલકતોને મારી માલિકીની છે તેમ વર્તી તેનો ઉપયોગ કરીશ. ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. માર્ગો બનાવવા માટે નિતીનિયમોને ધ્યાનમાં રાખી તે થોડા સમયમાં જ ખંડિત ન થાય તેની કાળજી રાખીશ. પાણીને બચાવવા અલગ અલગ ટીપ્સ અપનાવીશ. મોબાઇલ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સનો સકારાત્મક ઉપયોગ કરીશ. આવા તો અસંખ્ય સંકલ્પો લઇ શકાય એમ છે. જાગૃત બનો. ભારતને સમૃધ્ધ બનાવવા ફાળો આપો. સુરત – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.