Charchapatra

સમાધાન અને કર્તવ્ય

આજે સમાજમાં વૃદ્ધોની આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. અલબત્ત ઘણાં કુટુંબોમાં વૃદ્ધોને સારી રીતે રાખવામાં આવે છે. પરંતુ દરેક કુટુંબમાં એવું નથી હોતું. જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય તેમ તેમ આપણે એમનાથી વિમુખ થતાં જઈએ છીએ. સભ્ય વધતાં જાય, વૃદ્ધોની કાળજી ઓછી લેવામાં આવે છે. આવું બને ત્યારે વડીલોએ થોડી સમાધાનની ભાવના કેળવવી જોઈએ. સંતાનો તરફથી જે પ્રેમ મળે તે બમણો સમજી સ્વીકારવો જોઇએ. તેનાથી એમને પણ સંતોષ થશે. વડીલોને રોજ મળવું જોઇએ. એમને માટે કંઇક વસ્તુ લાવવી પણ જોઈએ.

તેઓનાં મિત્રોને પણ કોઇ વાર આપણે ઘેર બોલાવવાં જોઈએ. આ રીતે વૃદ્ધોની સંતાનો સેવા કરશે તો વૃદ્ધોએ પણ એમના તરફ વધારે લાગણી રાખવી જોઈએ. પુત્રો અને પુત્રવધૂઓની પ્રશંસા સૌની આગળ કરવી જોઈએ. બંને પક્ષે લાગણીના સંબંધો આ રીતે વધશે.  યુવા પેઢી જો સંવેદનશીલ નહીં બને તો આખા સમાજને હર્યોભર્યો રાખવા લાગણીના સંબંધો રાખવા ખૂબ જરૂરી છે. વડીલોએ સમાધાનની ભાવના તથા સંતાનોએ કર્તવ્ય ભાવના રાખવી. સાસરે હોય તો એણે પણ માતા-પિતાને મુશ્કેલીમાં મદદ કરવી જોઈએ.આ અંગે એનાં સાસરિયાંવાળાંએ પણ પુત્રવધૂને બીમાર માતા-પિતાને ત્યાં મોકલવી જોઈએ.
અડાજણ, સુરત – રેખાબહેન એન. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top