વડોદરા : શહેરના પાણીગેટ શાકમાર્કેટના નવીનીકરણનું ઉદઘાટન સાથે લોક સુવિધાઓના નિરીક્ષણ મુદ્દે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરના પાણીગેટ વિસ્તારમાં અગાઉ જ્યાં શાકમાર્કેટ ભરાતું હતું અને તેના કારણે થોડી ગીચતા વધતાં રોડપર ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવતી હતી. અને આડેધડ રીતે શાકભાજી ની લારીઓ લાગી જતી હતી સાથે સાથે વેપારીઓને શાકભાજીના ધંધા માટે પણ તકલીફ પડતી હતી. તે તમામ સમસ્યાઓ હવે દૂર થઇ છે પાણીગેટ ખાતે શાકમાર્કેટ નું વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે.
નવીન શાકમાર્કેટનુ ઉદઘાટન શહેરના મેયર કેયુરભાઇ રોકડીયા, સ્થાનિક કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ઇલેક્શન વોર્ડ નં.15ના તમામ કાઉન્સિલરો તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, પાણીગેટ શાકમાર્કેટ ના પ્રમુખ ગુલામભાઇ સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.