Gujarat

કોરોના કાળમાં બંધ થયેલી રેલવેની આ સુવિધા ફરી શરૂ કરાઈ

વાપી : કોરોનાકાળ (Corona) દરમિયાન રેલવે (Railway) વિભાગે ટ્રેનમાં (Train) જનરલ ટિકિટ (General Ticket) આપવાનું બંધ કરી દીધું હતું, માત્ર ઓનલાઈન જ બુકિંગ કરી રિઝર્વ ટિકિટ (Reserve tickets) માન્ય ગણાતી હતી. જોકે, કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થતાં રેલ વિભાગે ધીરે ધીરે બંધ કરેલી ટ્રેનો ફરી શરૂ કરી અને તેમાં હવેથી જનરલ ટિકિટ આપવાનું પણ 1લી જૂન 22 થી શરૂ કરી દીધું હોવાનું રેલ વિભાગ દ્વારા એક પરિપત્રમાં જણાવાયું છે.

છેલ્લા બે વર્ષથી કોરોના જેવા જીવલેણ રોગે અનેક લોકોને તેની ચુંગાલમાં ફસાવી મોતને ઘાટ ઉતારી દીધા છે, તો કેટલાકને બધી જ રીતે પાયમાલ કરી મૂક્યા છે. જાહેરમાં લોકોની ભીડ ન રહે, બે ફૂટની દૂરી રાખી સામાજીક અંતર બનાવી રાખવા સરકારની પહેલને અનુસરવા સરકારી વિવિધ વિભાગોએ કમર કસી હતી. રેલવે વિભાગે પણ કોરોનાકાળ દરમિયાન સમગ્ર દેશભરમાં રેલ વ્યવહાર થંભાવી દીધો હતો. જોકે, હાલમાં સમગ્ર દેશમાં કોરોના કાબૂમાં આવી જતાં રેલ વિભાગે બંધ કરાયેલી તમામ રેલ ટ્રીપોને ધીરે ધીરે શરૂ કરી દીધી છે. આ ટ્રેનોમાં માત્ર રિઝર્વ ટિકિટ જ માન્ય ગણાતી હતી. જોકે, હાલમાં રેલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ 1 જૂન 2022થી બંધ કરાયેલી કેટલીક ટ્રેનોને પુન: પાટા પર દોડતી કરી દેવા ઉપરાંત કેટલીક ટ્રેનોમાં માત્ર રિઝર્વ ટિકિટ જ ચાલતી હતી. તે ટ્રેનમાં ફરીથી જનરલ કોચમાં ટિકિટ આપવાનું શરૂ કરી દેવામાં આવશેની જાહેરાત કરાતાં રોજિંદા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

  • કઈ કઈ ટ્રેનોમાં જનરલ ટિકિટ ક્યારે શરૂ થશે
  1. 12921/22– ફ્લાઈંગ રાણી(સુરત-મુંબઈ) ડી-1 અને ડી-2માં 1 જૂનથી
  2. 19015/16- સૌરાષ્ટ્ર એક્સપ્રેસ(પોરબંદર-મુંબઈ) ડી-4 અને ડીએલ-1/2માં 1 જૂનથી
  3. 22953/54- ગુજરાત એક્સપ્રેસ(અમદા.-મુંબઈ) ડી-9-10-11-12-13માં 1 જૂનથી
  4. 14708- રાણકપુર એક્સપ્રેસ(દાદર-બિકાનેર) ડી-4 અને ડીએલ-1/2માં 6 જૂનથી
  5. 12933/34-કર્ણાવતી એક્સપ્રેસ(અમદા.-મુંબઈ) ડી-14 અને ડીએલ-1માં 1 જૂનથી
  6. 20907/08-સયાજીનગરી એક્સપ્રેસ(દાદર-ભૂજ) ડી-4માં 1 જૂનથી
  7. 22963/64-ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ ડી-4 અને ડીએલ-1/2માં 5 અને 6 જૂનથી
  8. 22993/94-મહુવા-બાંદ્રા એક્સપ્રેસ ડી-3 માં 8 અને 9મી જૂનથી
  9. 22933- બાંદ્રા-જયપુર સુપરફાસ્ટ ડી-3 માં 13મી જૂનથી
  10. 12995- બાંદ્રા-અજમેર સુપરફાસ્ટ ડી-4 અને ડીએલ-1માં 10મી જૂનથી
  11. 12961/62- અવન્તિકા એક્સપ્રેસ(મુંબઈ-ઈન્દોર) ડી-3 અને ડીએલ-1માં 6 અને 7મી જૂનથી
  12. 22935/36- બાંદ્રા-પાલિતણા એક્સપ્રેસ ડી-3માં 7 અને 8મી જૂનથી
  13. 22927/28- લોકશક્તિ એક્સપ્રેસ(બાંદ્રા-અમદા.) ડી-4 અને ડીએલ-1માં 4થી જૂનથી
  14. 22951/52- બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ ડી-2 અને 3માં 2 અને 3 જૂનથી
  15. 22929/30- વડોદરા-દહાણુંરોડ એક્સપ્રેસ ડી-5-6-7-8-9માં 1 જૂનથી
  16. 22989/90- બાંદ્રા-મહુવા એક્સપ્રેસ ડી-3માં 10 અને 11 જૂનથી
  17. 12979- બાંદ્રા-જયપુર એક્સપ્રેસ ડી-4 અને ડીએલ-1માં 2 જૂનથી
  18. 14702- બાંદ્રા-શ્રીગંગાનગર એક્સપ્રેસ ડી-4 અને ડીએલ-1/2 માં 12મી જૂનથી
  19. 12490- દાદર-બિકાનેર એક્સપ્રેસ ડી-4 માં 1 જૂનથી
  20. 20484- બાંદ્રા-ભગતકી કોઠી ડી-4 અને ડીએલ-1/2 માં 7 જૂનથી

પારડી – અતુલ સ્ટેશન વચ્ચે પૂલ નિર્માણને કારણે મેમૂ રદ : તેર ટ્રેનો પ્રભાવિત
સુરત : આજે જો તમે ઉતર ભારત તરફ જવાના હોવતો રેલવેનુ ટાઇમ ટેબલ ફોન મારફત ચેક કરી લેજો. પારડી અને અતુલ સ્ટેસન વચ્ચે હાલમા પૂલના ગર્ડર નાંખવાની કામગીરી ચાલુ છે તેથી ઉમરગામ મેમૂ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત એકસ્પ્રેસ મુંબઇ તરફથી આવતી બે કલાક લેટ પડશે. બોરીવલી વલસાડ પણ રદ કરવામાં આવી છે. જયારે બાંદ્રા -જયપુર દોઢ કલાક લેટ, સૌરાષ્ટ્ર એકસ્પ્રેસ દોઢ કલાક લેટ, કટરા સ્પેશયલ ટ્રેન પણ સવા કલાક લેટ, અમૃતસર બાન્દ્રા અઢી કલાક લેટ, હરિદ્રાર વલસાડ પણ અડધો કલાક લેટ પડશે. આમ રેલવેનુ ટાઇમ ટેબલ આજના દિવસ પૂરતુ ચોક્કસ ટ્રેન પૂરતુ અસ્તવ્યસત રહેશે.

Most Popular

To Top