રિલાયન્સે (Reliance) અમેરિકન કંપની (American Company) સેંસહોકનો 79.4 ટકા હિસ્સો 32 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે. આ અધિગ્રહણ સાથે જ સૌર ઉર્જા ક્ષેત્રમાં રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થવાની ધારણા છે. 2018 માં સ્થપાયેલ સેંસહોક (Sensehawk) સૌર ઉદ્યોગ માટે સાધનો વિકસાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કેલિફોર્નિયા સ્થિત સોલાર પાવર (Solar Powre) સોફ્ટવેર નિર્માતા સેંસહોકમાં 79.4 ટકા હિસ્સો $32 મિલિયન (આશરે રૂ. 256 કરોડ)માં ખરીદવાની જાહેરાત કરી છે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી હતી.
- રિલાયન્સે અમેરિકન કંપની સેંસહોકનો 79.4 ટકા હિસ્સો ખરીદ્યો
- કેલિફોર્નિયા સ્થિત સોલાર પાવર સોફ્ટવેર નિર્માતા સેંસહોકમાં 79.4 ટકા હિસ્સો $32 મિલિયન (આશરે રૂ. 256 કરોડ)માં ખરીદવાની જાહેરાત
- 2018 માં સ્થપાયેલ સેંસહોક સૌર ઉદ્યોગ માટે સાધનો વિકસાવે છે
કંપનીએ કહ્યું કે આ અધિગ્રહણ સાથે સૌર ઉર્જા ક્ષેત્રમાં રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. 2018 માં સ્થપાયેલ સેંસહોક સૌર ઉદ્યોગ માટે કંપનીઓને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં અને ઓટોમેશનનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે સાધનો વિકસાવે છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં કંપનીનું ટર્નઓવર $23 મિલિયન હતું.
રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે $32 મિલિયનના કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય માટે સેંસહોકમાં બહુમતી હિસ્સો મેળવવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે. જેમાં ભવિષ્યના વિકાસ માટે ભંડોળ, ઉત્પાદનોની વ્યાવસાયિક ઉપલબ્ધતા અને R&Dનો સમાવેશ થાય છે. સેંસહોક (Sensehawk) અન્ય કંપનીઓને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં અને સૌર પ્રોજેક્ટને આયોજનથી ઉત્પાદન સુધી ગોઠવણ કરી આપવામાં મદદ કરે છે. સેંસહોકએ 15 દેશોમાં ફેલાયેલા તેના 140 થી વધુ ગ્રાહકોને તેમની આશરે 600 સાઇટ્સ પર 100 ગીગાવોડથી વધુ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પહોંચાડ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ અધિગ્રહણ વિશે જણાવ્યું હતું કે તેમની કંપની ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તે 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર પાવર જનરેટ કરવામાં મદદ કરવા માંગે છે. સેંસહોકના સમર્થન સાથે અમે સૌર પ્રોજેક્ટ્સની કિંમતમાં ઘટાડો કરીશું અને ઉત્પાદકતામાં વધારો કરીશું. એટલું જ નહીં પ્રદર્શનમાં સુધારો પણ કરીશું. રિલાયન્સે જણાવ્યું હતું કે તે આ વર્ષના અંત સુધીમાં અધિગ્રહણ પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.