Charchapatra

સંબંધ: ફૂલોની ખુશ્બૂ

કેટલાંક સંબંધો મોસમી હોય છે તો કેટલાંક ધંધાદારી. સંબંધોની નાજૂક અને બારીક ગૂંથણીને આજીવન જાળવી રાખવા માટે પરસ્પર અપેક્ષાઓ કે શરતોને અવકાશ હોવો ન જોઈએ. એકતરફી સંબંધો ઝાઝું ટકતાં નથી. સંબંધોનું મૂળ તત્વ તો નિર્મળ લાગણી જ હોઈ શકે. કલકલ વહેતાં ઝરણાં જેવા નાજૂક, નિર્મળ સંબંધોના સંવર્ધન માટે વિશ્વાસની અનિવાર્ય છે. કોઈના કપરાં સમયે આપણી પલાયનવૃત્તિ સંબંધો પર પ્રશ્નચિહ્ન લગાડે છે. સંબંધોની જાળવણીને બદલે માણસની અગ્રીમતા બદલાઈ ગયેલી હોવાનું સતત અનુભવાય છે. સંબંધો પ્રત્યેની ઉદાસીનતા આપણી ચિંતાનો વિષય હોવો જોઈએ. હૃદયનું ખુલ્લાપણું હોય તો સંબંધોને કદી ધૂળ લાગતી નથી. સંબંધોનો વિસ્તાર ફૂલોની ખુશ્બૂ જેવો નિરંતર, બધીયે દિશામાં હોવો જોઈએ. સંબંધોમાં હળવાશ, વિશ્વાસ, પારદર્શિતા, સમર્પણ હોવા જોઈએ. સંબોધોમાં શું મેળવ્યું, શું ગુમાવ્યું, કેટલો ફાયદો થયો એવી જમા-ઉધારની નોંધમાં રચ્યાપચ્યા રહેનારા સંબંધની મીઠાશ ગુમાવી દે છે. બીજા માટે કશુક કરવાની ભાવના ભીતરથી પ્રગટવી જોઈએ.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જય હો ડિસેમ્બર મહિના, તારી
ખ્રિસ્તી ધર્મના પયગંબર સમાન ભગવાન ઇસુ ખ્રિસ્તીનો જન્મ ડિસેમ્બર મહિનામાં થયો હતો. એમણે પ્રેમ, અહિંસા અને માફ કરવાની ભાવનાઓનો, સંસારને પ્રબળ સંદેશ આપ્યો હતો. આમ ડિસેમ્બર મહિનાનું અંતિમ સપ્તાહ ભગવાન ઇસુના જન્મ નિમિત્તે જગતભરમાં નાતાલના પર્વ તરીકે ધામધુમથી ઉજવાય છે. એક વિચક્ષણ રાજ પુરુષ તરીકે વાજપેયીજી ભારતના રાજકારણમાં ઓળખાતા રહ્યા હતા. તેઓ 25મીએ જન્મેલા તો આજ ડિસેમ્બર મહિનામાં હિન્દી ફિલ્મ. ત્રણ કળાકારોનો પણ જન્મ થયો હતો. નૌશાદ અલી જન્મ 25મી ડિસેમ્બરના રોજ નૌશાદ અલી, હિન્દી ફિલ્મોના મહાન સંગીતકાર હતા. નૌશાદજીના સુરીલા અને કલાસિકલ હિન્દી ફિલ્મી ગીતો આજે પણ લોકો સાંભળીને ભાવવિભોર બની જાય છે.

બીજાએક મહાન કલાકાર હતા દિલીપકુમાર. યુસુફ ખાન તરીકે આ અદ્‌ભૂત કલાકાર પણ ડિસેમ્બરની અગિયારમી તારીખે જન્મ્યા હતા. દિલીપકુમાર એવા અભિનેતા હતા કે એમને લોકો અભિનય સમ્રાટ કહેતા હતા. તો આજ મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં 24મી તારીખે મહાનતમગાયક મોહંમદ રફીનો જન્મ આ ધરા ઉપર થયો હતો. રફી કેવા ઉચ્ચ કોટીના ગાયક કલાકાર હતા એની આપણને સૌને ખબર છે જ. નૌશાદના સંગીતને, દિલીપકુમાર વગર તથા રફી વગર નથી ચાલ્યું. એજ રીતે આ ત્રણેય નૌસર્ગિક કલાકારોએ એક બીજાને મહાન બનાવવામાં પાછુ વળીને જોયુ નથી. હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગના આ ત્રણેય શિલ્પીઓએ ડિસેમ્બરમાં જન્મ લઇને ડિસેમ્બરને પણ માનતા અને ગર્વ પ્રદાન કર્યા છે.
સુરત     – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top