Comments

આપણા પડોશી દેશો સાથેના સંબંધ

માલદીવ્સમાં એક મહિલાને પૂછ્યુ કે કયા દેશના છો ? જવાબ મળ્યો પાકિસ્તાન. ભાષા, ઉચ્ચાર અને રંગ જોઈ પૂછયુ, પંજાબ ? જવાબ ‘હા’ માં મળ્યો. મેં કહ્યું અમે તમારા પડોશી દેશમાંથી જ આવીએ છીએ. મહીલાએ પ્રશ્નાર્થચિહન ભરી આંખોથી જોયુ અને થોડી સેકન્ડ બાદ મને પૂછયુ, ‘બાંગ્લાદેશ?’ મે કહ્યું ‘ઈન્ડીયા’’. મને લાગ્યુ કે ભારત પાકિસ્તાનના સંબંધોની ખાઈ એવી વધી ગઈ છે કે પાકિસ્તાનીઓ ભારતીયોઓને પડોશી માનવા તૈયાર નથી. ભારત સાથે ક્રિકેટ એક યા બીજા બહાને કેમ રમે છે? બંને દેશોના લોકથી લોક સંપર્કનો આદર્શ માત્ર સિમલા કરાર કાગળ પર રહી ગયો છે.

ફરી દુનિયા મઘ્ય યુગ અને સામંતશાહી તરફ જઈ રહી છે. અમીરો કંપનીઓ સાથે જોડાયેલા છે અને ગરીબો ધર્મ સાથે કે દેશ સાથે જોડાયેલા છે. યુધ્ધગ્રસ્ત દેશના નાગરિકોનો અવાજ ‘’અમાની’ ગીતમાં ગીતકાર બીયોન્ડે અદભૂત રજુ કર્યો છે. અલબત ચીનનું ગીત હોય એટલે ઈશ્વરના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ તો આવી જ જાય. ગીતનો ભાવાનુવાદ આ સાથે ૨જુ કરું છુ. ‘‘અમાની’’– બીયોન્ડ’’શાંતિ ! પ્રેમ ! અમે ચાહીએ છીએ તને ! તે, તે દુનિયા ચલાવે છે તે પ્રેમ ગીત ગાય છે તેનું સત્ય ધરા પર માન્ય છે તે, શા માટે તે ચાલ્યો ગયો અને ફરી આવતો નથી ? શુ તેણે લીધી છે નોંધ ધુમ્રસભર આકાશ અને ભવિષ્યની? અસહાય અને અચેતન આંખો, આંસુ અને આક્રોશ સહ આકાશ ભણી જુએ છેવટે બાળકોએ યાતના ભોગવવી પડે એવા યુધ્ધો પ્રતિ નફરત માટે શાંતિ ! પ્રેમ !

અમે ચાહીએ છીએ તને! અમને તારી જરૂર. આકાશ, ઉચે આકાશમાં ઉડતા પંખી ગભરાયેલા, પાંખો પસારી, ફફડાટ કરતાં ચોપાસ ફકત આઝાદીની શોધમાં આકાશમાંથી સરકતાં હૃદય, હજારો ભગ્ન હૃદયો, વ્યાકુળ છે આજે અમે જાણે સત્ય અસ્ત થયુ પૃથ્વી પરથી આ સત્તા અને કબજા વચ્ચે યુધ્ધ છે આ અજ્ઞાન અને પૂર્વગ્રહ વચ્ચે યુધ્ધ છે જો યુધ્ધો અનંત હશે તો કયાંથી અમને શાંતિ મળશે? અલબત, આ ચાઈનીઝ ગીત છે એટલે ઈશ્વર માટે તે ત્રીજો પુરુષ સંબોધન કર્યું છે. ભારતીય ગીત હોત તો ઈશ્વર માટે ‘‘તે’’ને બદલે ‘તું’ હોત. આ ગીત ચાઈનીઝોએ અમારી સામે ચાઈનીઝ ભાષામાં ગાયુ હતુ અને અર્થ અંગ્રેજીમાં સમજાવ્યો. ગુગલ પરથી આખુ ગીત અંગ્રેજીમાં મળી ગયું. યુધ્ધો અને નફરતનો માહોલ જોતાં ખરેખર ઈશ્વરને શોધવા જવુ પડે એવું છે. ઘણા એવુ માનતા કે રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે એટલે આકાશવાણી થશે. કળીયુગમાં કર્મથી મોક્ષ થાય છે છતાં પણ કર્મ ને બદલે મૂર્તિ, વ્યકિત અને ભીડનો મહિમા વધતો જાય છે
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top