National

બર્થ સર્ટિફિકેટનો સિંગલ ડોક્યુમેન્ટની જેમ ઉપયોગ કરી શકાશે, મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું બિલ

નવી દિલ્હી : મોદી સરકાર 50 વર્ષ (Old) જૂના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે લોકસભામાં (Lok Sabha) એક બીલ પણ પેશ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી (Minister of State for Home Affairs) નિત્યાનંદ રાયે ‘રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ બિલ 2023’ (Registration of Birth and Death Bill) રજૂ કર્યું હતું.

બુધવારના રોજ કેન્દ્રની મોદી સરકારે એક નવું બિલ રજુ કર્ય હતું. આ પસાર કરેલા બિલને કાયદો બન્યા પછી બર્થ સર્ટિફિકેટને સિંગલ ડોક્યુમેન્ટની જેમ ઉપયોગ કરી શકાશે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ ‘રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ બિલ 2023’ 1969ના જન્મ અને મૃત્યુની નોંધણી કાયદામાં સુધારો કરશે. લોકસભામાં પસાર કરેલ બિલમાં જન્મ અને મૃત્યુંના ડિજિટલ રજિસ્ટ્રેશનની જોગવાઈ કરશે. આ સાથે બિલમાં રાજ્ય લેવલ પર જન્મ અને મૃત્યુંના ડેટાબેઝ બનાવવાની પણ જોગવાઈ છે. આ સાથે આની મદદથી બાકીના ડેટાબેઝને અપડેટ કરાશે.

જો આ બિલની વાત કરીએ તો આ બિલમાં જન્મ અને મૃત્યુંના સર્ટિફિકેટને ડિજિટલી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ સાથે બિલમાં એવી પણ જોગવાઈ છે કે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નોંધાયેલ જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જ્યારે ખરડો કાયદો બની જાય પછી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, મતદાર યાદી તૈયાર કરવા, કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં પોસ્ટ્સ પર નિમણૂક જેવા કાર્યો માટે માત્ર એક જ દસ્તાવેજ બતાવવો પડશે. તે તમામ કામ એક જ દસ્તાવેજથી થઈ જશે.

આ સાથે તૈયાર કરવામાં આવેલ ડેટાબેઝની મદદથી અન્ય રાષ્ટ્રીય ડેટાબેઝ અપડેટ કરવામાં આવશે. તેમાં મતદાર યાદી, વસ્તી રજિસ્ટર અને રેશન કાર્ડ જેવા ઘણા ડેટાબેઝનો સમાવેશ થશે. બિલમાં ડેથ સર્ટિફિકેટ જારી કરવું જરૂરી બનાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. તો તેને મૃત્યુ પ્રમાણપત્ર આપશે. જો કોઈ વ્યક્તિ બહાર મૃત્યુ પામે છે. તો તે વ્યક્તિની સંભાળ લેતા ડૉક્ટર અથવા તબીબી વ્યવસાયી મૃત્યું પ્રમાણપત્ર આપશે

આ બિલ હેઠળ, રજિસ્ટ્રારને જન્મ અને મૃત્યુની નોંધણી મફતમાં કરવાની રહેશે. તેનું પ્રમાણપત્ર સાત દિવસમાં સંબંધિત વ્યક્તિને આપવાનું રહેશે. એટલું જ નહીં રજિસ્ટ્રારના કોઈપણ કામ સામે કોઈ ફરિયાદ હશે તો 30 દિવસની અંદર અપીલ કરવાની રહેશે. એટલું જ નહીં રજિસ્ટ્રારના કોઈપણ કામ સામે કોઈ ફરિયાદ હશે તો 30 દિવસની અંદર અપીલ કરવાની રહેશે. રજિસ્ટ્રારે અપીલની તારીખથી 90 દિવસમાં તેનો જવાબ દાખલ કરવાનો રહેશે.

આ બિલમાં એવી જોગવાઈ પણ છે કે જન્મ અને મૃત્યુની માહિતી આપનાર વ્યક્તિએ પણ પોતાનો આધાર નંબર આપવો પડશે. તેવી જ રીતે માતા-પિતાએ બાળકને દત્તક લેવા અંગે માહિતી આપવાની રહેશે. આ સિવાય સરોગસીથી જન્મ લે તો પણ માતા-પિતાને તેની જાણકારી આપવી પડશે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ બનાવવાથી અન્ય સેવાઓ સંબંધિત ડેટાબેઝ તૈયાર કરવામાં અને અપડેટ કરવામાં મદદ મળશે. થોડા સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહે આ બિલ વિશે કહ્યું હતું કે મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે જોડવામાં આવશે. આની સાથે જ વ્યક્તિ 18 વર્ષની થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં ઓટોમેટીક એડ થઈ જશે. તેવી જ રીતે, જેમ જેમ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેની માહિતી ચૂંટણી પંચ સુધી પહોંચશે, ત્યારબાદ મતદાર યાદીમાંથી તેનું નામ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top