ભારતે માત્ર માલદીવ્સને નહીં પરંતુ અન્ય ૬૮ દેશોને ક્રેડિટલાઈન આપી છે જેમાં કેટલાક પડોશી દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉદાહરણથી પ્રથમ તો માલદીવ્સને ક્લીન ચીટ આપી શકાય નહીં. જે અન્ય દેશોને ક્રેડિટ લાઈન આપી છે એમાં મહત્તમ દેશોએ વેપાર વિનીમય અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને પારદર્શક બને એ મુખ્ય હેતુને પ્રાથમિકતા આપી છે. મારો ચિંતાજનક પ્રશ્ન અમે મુખ્ય મુદ્દો હતો અને રહેશે કે કોઈ પણ બે પક્ષો કે દેશ વચ્ચે કોઈ પણ ડીલ કરતા પહેલા અન્ય દેશનો આપણા દેશ સાથેનો ટ્રેક રેકોર્ડ, એટલે કે ઈતિહાસનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. જેમ કે એ દેશની આપણી સાથેની વફાદારી, મિત્રતા અને સ્ટેબલ હકારાત્મક અભિગમ હોવો અનિવાર્ય છે.
માલદીવ્સ સતત ચીનના કળ, બળ, ધન પ્રભાવથી ભારત અંગે પોતાનો અભિગમ બદલતુ રહે છે જે અન્ય પડોશી દેશોની સરખામણીમા ખૂબ જ મહત્તમ સપાટીએ છે અને ક્રેડિટ લાઈન એક પૂર્વ મંજૂર લોન છે તો પણ સમય, પરિસ્થિતિ અને દેશના હિતને કેન્દ્રમાં રાખીને આ મંજૂર લોન પણ ચોક્કસ કારણો દર્શાવીને નામંજૂર પણ થઈ શકે છે. મુદ્દો એ નથી કે ક્રેડિટ લાઈન મંજૂર કરતા પહેલે વિશ્વસનીયતા અને સ્થિરતા હોવી મહત્ત્વની છે. દરેક વ્યક્તિના દરેક મુદ્દાઓ પર પોતાને આધાર, વિચારો અને મતવ્યો હોય છે જે સ્વાભાવિક છે. આ મતભેદ છે મનભેદ નથી, મેં મારા વિચારો રજૂ કર્યા છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.