Business

અમલસાડને કેટલીક સુપર ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ આપવા બાબત

અમલસાડ સ્ટેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લગભગ 15 જેટલા ગામ સાથે જોડાયેલા છે. આ બધા ગામડાના વ્યકિતને સુરત- વડોદરા તરફ કે વાપી, મુંબઈ જવા માટે અમલસાડથી ટ્રેનમાં જવું પડે છે. સવારે વાપી કે મુંબઈ તરફ જવા માટે ફ્લાઇંગ રાણી પછી સૌરાષ્ટ્ર એક્સપ્રેસની વચ્ચે કોઈ સુપર ફાસ્ટ ટ્રેનનું અમલસાડ સ્ટોપેજ નથી. માટે જો દહાણુ રોડ સુપર ફાસ્ટ અને ગુજરાત એક્સપ્રેસને જો સ્ટોપેજ મળે તો મુસાફરોને ઘણી મોટી રાહત થાય. સુપર ફાસ્ટ ટ્રેનના કારણ  ઓછા સમયમાં વાપી કે મુંબઈ પહોંચી શકે. વિશેષમાં મુસાફર રિઝર્વેશન કરીને યાત્રા કરી શકે. રેલવેની આવક પણ વધે. આમ બન્ને તરફ જવા એ બે ટ્રેનને સ્ટોપેજ મળે તો આવકારદાયક બની રહે. આ અંગે રેલવે ઝડપી નિર્ણાયક પગલું ભરે મુસાફરને સુવિધા ઉપલબ્ધ થાય.
વડોદરા – જયંતીભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઓનલાઇન ખરીદી કરતા પહેલા વિચારો!
ઓનલાઇન પર વેચાતી વસ્તુઓ જેવી કે તૈયાર કપડાં, ઘૂંટણના દુ:ખાવાની અક્સીર દવા કે સેક્સ પાવર વધારવાની કેપ્સુલો, બામ કે જેલ જેવી ખૂબ જ અસરકારક છે તેવો દાવો કરતી  પ્રોડક્ટ વેચાણ માટે મુકતા હોય છે પરંતુ ખરેખર અસલી હોય તેવી શક્યતા શંકાસ્પદ લાગે  છે. મેં દુ:ખાવામાં રાહત આપે તેવી જેલ મંગાવી તેનાથી દુ:ખાવામાં રાહત થાય તેવુ કોઈ જ પરિણામ આવ્યું નથી તે જેલ કોઈ સામાન્ય ક્રીમ જેવી જ છે.

મેં ગુલાબના ફૂલના છોડ માટે બીજ મંગાવ્યા હતા તે પણ ઉગી શક્યા નથી એટલે ઓનલાઇન પ્રોડક્ટ લેવામાં ક્યારેક છેતરામની થવાનો  સંભવ રહે છે જાહેરાતવાળી આવી પ્રોડક્ટ જો અસરકારક હોય તો તેઓ દેશના દરેક શહેરોમાં વેચાણ માટે  દુકાનો કેમ નથી ખોલતા અને માત્ર ઓનલાઈન પર જ વેચાણ માટે જ કેમ મૂકે છે? કોઈપણ પ્રોડક્ટ લેવી હોય તો ઓનલાઈનના ચક્કરમાં ના પડતા તેજ પ્રોડક્ટ મળી શકે તો દુકાન પરથી લેવામાં જ વધુ સલામતી છે કોઈપણ કંપનીની પ્રોડક્ટમાં ખામી હોય તો દુકાનદારને તરત જ ફરિયાદ કરી શકાય, બદલાવી શકાય કે પાછી આપી શકાય.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top