Business

Reels બનાવી સોશ્યલ મિડીયામાં યંગસ્ટર્સ મેળવી રહ્યા છે હાઈ Reach

આજનું યંગસ્ટર્સ હવે ટોળા વળીને ગપ્પા મારવામાં જ નહીં પણ કંઈક ટ્રેન્ડી અને હટકે કરીને પોતાને અટેન્શન કઈ રીતે મળે તે તરફ સતત પ્રયત્ન કરતા રહે છે. કોલેજની બહાર જુઓ, ગાર્ડનમાં જુઓ કે પછી કોઈ ક્રાઉડેડ એરીયા, કેફે કોઈ સારી સોસાયટીની બહાર જ્યાં ઘાસ ગોઠવેલું હોય કે સારું ઈન્ટિરિયર કરેલું હોય ત્યાં યંગસ્ટર્સ મોબાઈલ અને સેલ્ફી સ્ટેન્ડ લઈને વિડીયો કે રિલ્સ ઉતારતા જોવા મળે છે. કોઈ શાહરૂખના અવાજમાં તો કોઈ દિપિકાના ડાયલોગ્સ પર યંગસ્ટર્સ ફની વિડીયો ઉતારીને facebook અને instagram માં અપલોડ કરે છે અને પોતાના ફોલોવર્સ વધારે છે. હવે કોલેજમાં ગર્લ્સ -બોય્સ એકબીજાને નામ કરતા કોના સોશ્યલ મિડીયા પર કેટલા ફોલોઅર્સ છે તેના આધારે એકબીજાને ઓળખે છે. વધારે ફોલોઅર્સવાળા યંગસ્ટર્સનું એક અલગ ગૃપ હોય છે અને તેમની એક અલગ જ આઈડેન્ટીટી હોય છે. રિલ્સ બનાવવા માટે યંગસ્જર્સ્ટસ પુરી તૈયારી કરીને જાય છે અને એકાદ મિત્ર ખાસ વિડિયોગ્રાફીનું જ કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’ સિટીપલ્સે શહેરના યંગસ્ટર્સ સાથે વાત કરીને રિલ્સ બનાવવા માટેના શહેરના જાણીતા સ્પોટ એરીયા અને આ રિલ્સ તેમજ વિડીયો બનાવવા પાછળનો તેમનો એજન્ડા શું છે તે વિશે માહિતી મેળવી હતી.

  • રિલ્સ બનાવવા માટેના શહેરના જાણીતા એરીયા
  • સોલિટરી હાઈટ્સ, પાલનપુર પાટિયા
  • સફલ સ્ક્વેર, વેસુ
  • પ્રાઈમ શોપર્સ, વીઆઈપી રોડ
  • કેબલ બ્રીજ
  • ડભારી બીચ
  • પાલ આરટીઓ રોડ
  • ડુમ્મસ બીચ
  • રિલ્સ પર લોકોના રિસ્પોન્સ જોઈને પોઝિટીવ એનર્જી મળે છે : નેહા ગોસ્વામી

નેહાના ઈનસ્ટાગ્રામ પર 50 હજાર ફોલોવર્સ છે. યંગસ્ટર્સના રિલ્સ બનાવવાના ટ્રેન્ડ અંગે વાત કરતા નેહાએ જણાવ્યું હતું કે રિલ્સ બનાવ્યા બાદ તેને અલકોડ કર્યા પછી લોકોના એપ્રિસિએશન અને જે પોઝિટીવ કમેન્ટ્સ મળે છે તેના કારણે આખો દિવસ હેપ્પી થઈ જાય છે. હાલ યંગસ્ટર્સને લોકોનું અટેન્શન જોઈએ છે, જેના માટે રિલ્સ બેસ્ટ મિડીયમ છે. નેહાએ જણાવ્યું હતું કે તેઓ ફરવા જાય ત્યારે કે તેમની ઓફિસમાં બેઠા-બેઠા પણ રિલ્સના વિડીયો બનાવીને અપલોડ કરે છે. જેમ-જેમ ફોલોઅર્સ વધતા જાય તેમ તેમ ઈનર હેપ્પીનેસ પણ વધે છે.

  • રિલ્સ બનાવવાથી ઈનર હેપ્પીનેસ મળે છે : RJ વિહાન

વિહાન RJ અને એક્ટર છે. રિલ્સ બનાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે રિલ્સ બનાવીને તેને અપલોડ કર્યા બાદ તેના પર આવેલા ઢગલાબંધ ફોલોઅર્સ જોઈને એક પ્રકારની ઈનર હેપ્પીનેસ મળે છે. રિલ્સમાં મોટા ભાગે અમે સ્ટંટ અને ડાયલોગવાળા વિડીયો બનાવીએ છે. બીજાથી અલગ દેખાવવા માટે અમે હવે ફોટોની જગ્યાએ રીલ્સ બનાવીને અપલોડ કરી રહ્યા છે. રિલ્સ બનાવવા માટે મોટા ભાગે શહેરના કેબલ બ્રિજ, ડભારી બીચ અને પાલ એરિયાની હાઈફાઈ સોસાયટી કે જેમાં આઉટસાઈડ ઈન્ટિરિયર કરેલું હોય તેવા એરિયા પસંદ કરીએ છીએ. રિલ્સ બનાવવાનું નુકસાન પણ એક એ છે કે સ્ટંટ વિડીયો બનાવવા જતા ઘણી વખત અમે ઈન્જર્ડ પણ થઈ જાય છે.

  • ફોટો કરતા રિલ્સ મુકવાથી ફોલોવર્સ ઝડપથી વધે છે : જીગર શુક્લા

જીગર શુક્લા મોડલ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 10 હજાર ફોલોઅર્સ છે. સોશ્યલ મિડીયા પર ચાલી રહેલા રિલ્સના ટ્રેન્ડ વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આજના યંગસ્ટર્સને અટેન્શન જોઈએ છે અને અટેન્શન માટેનું બેસ્ટ મિડીયમ સોશ્યલ મિડીયા છે. જીગરે જણાવ્યું હતું કે અમારી મોડલિંગ ફિલ્ડમાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા માટે રેસ લાગેલી હોય છે. ફોટા કરતા રિલ્સ મુકવાથી ફોલોઅર્સ ઝડપથી વધે છે. આ રિલ્સને કારણે અમને નાના-મોટા મોડલિંગના કામ પણ મળતા રહે છે. શહેરના વેસુ અને પ્રાઈમ આર્કેડ એરિયા રિલ્સ બનાવવા માટે બેસ્ટ છે કારણકે જો ત્રણ-ચાર લોકોએ ભેગા મળીને વિડીયો બનાવવો હોય તો આ પ્લેસ પર મિત્રો સરળતાથી મળી રહે છે.

  • રિલ્સ જોઈને લોકો જોબ ઓફર કરે છે : પિયુ રામાણી

પિયુ કોલેજ સ્ટુડન્ટ છે. રિલ્સ વિસે વાત કરતા તેણે જણાવ્યું હતું કે રિલ્સ જોઈને એક્ટીંગ ફિલ્ડમાં લોકો જોબ ઓફર કરે છે. મારા સોશ્યલ મિડીયા પર 17 હજાર ફોલોઅર્સ છે. રિલ્સ અપલોડ કરવાની સાથે જ જુદી -જુદી બ્રાન્ડ તેમના પ્રમોશન માટે ઓફર કરે છે. રિલ્સ પરથી તમારો કોન્ફિડન્સ અને એટીટ્યૂડ પણ મપાઈ જાય છે. હું મોટા ભાગે મારા ઘરની સોસાયટીની બહાર લોકેશન સારું હોવાથી ત્યાં જ રિલ્સ બનાવું છું. આ ઉપરાંત ખાસ રિલ્સ બનાવવા માટે વેસુ એરિયા બેસ્ટ લોકેશન છે. કારણકે ત્યાં એરિયા ખાલી હોવાથી કોઈ પણ પ્રકારના સ્ટંટ કે વિડીયોગ્રાફી કરવામાં સરળતા રહે છે.

Most Popular

To Top