National

અહીં યુવકોને રીલ બનાવવાનું પડી ગયું ભારે,આ રીતે આપી બેઠા મોતને આમંત્રણ

નવી દિલ્હી : યુવાઓમાં રીલ (Reel) બંનવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેઓ કઈ જગ્યાએ રીલ બનાવે છે તેનું પણ ભાન ખોઈ બેસે છે. પરિણામે કેટલીક વાર અકસ્માતો અને મોતને પણ સુદ્ધા નોતરું આપી દેતા હોઈ છે આવી જ ઘટના ગાઝિયાબાદના (Ghaziabad) મસૂરી (Mussoorie) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જ્યાંની એક કરુણ ઘટનામાં યુવાકોનો જીવ ગયો છે. અહીં ટ્રેનની અડફેટે 3 લોકોના મોત થયા છે. જેમાં બે યુવકો અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ યુવકો રીલ બનાવવાની લ્હાયમાં રેલવે પટરી (Railway Tracks) ઉપર પહોંચી ગયા હતા. જ્યાં અચાનક કાળ બેનીને આવતી ટ્રેન તેમનો જીવ ભરખી ગઈ હતી.

સ્ટેશન માસ્ટર પાસેથી ઘટનાની માહિતી મળી હતી
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્રણેય મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. ડીસીપી રૂરલ ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્ટેશન માસ્ટર પાસેથી માહિતી મળી હતી કે કલ્લુ ગઢી રેલ્વે ટ્રેક પર એક યુવતી અને બે યુવકો દ્વારા રીલ બનાવવામાં આવી રહી છે. ત્યારબાદ ઝડપભેર આવતી પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા હતા.

રીલ બનાવવા માટે રેલ્વે ટ્રેક પર ગયો
ઘટના અંતર્ગત પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે કલ્લુગઢી ગેટ અને ડાસના સ્ટેશન વચ્ચે થઈ હતી. પદ્માવત એક્સપ્રેસ ગાઝિયાબાદથી મુરાદાબાદ જઈ રહી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય લોકો રેલ્વે ટ્રેક પર રીલ બનાવવા ગયા હતા. દરમિયાન ટ્રેન આવી અને ટ્રેનની અડફેટે આવી જવાથી ત્રણેયના મોત થયા હતા.

હોન વગાડ્યા પછી પણ પાટા પરથી ઉતર્યા નહીં
આ યુવકોને મોતને સામેથી આમંત્રણ આપ્યું હતું.અને ટ્રેનનો હોન સતત વાગવા છતાં તેઓ ટ્રેક ઉપરથી ખસ્યા ન હતા. વધુમાં ઘટના અંતર્ગત ટ્રેનના લોકો પાયલોટે જણાવ્યું કે ટ્રેનના પાટા પર ત્રણ યુવક અને યુવતીઓ ઉભા હતા. તેના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ હતી, જેનાથી એવું લાગતું હતું કે તે કોઈ વીડિયો શૂટ કરી રહ્યો છે. પાયલોટે ઘણી વખત હોર્ન પણ વગાડ્યું, પરંતુ તે આગળ વધ્યો નહીં અને ટ્રેનની અડફેટે આવી ગયો. જે બાદ ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ એક મૃતકની ઓળખ કરવામાં આવી છે
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી એકના મોબાઈલની ડિસ્પ્લે સ્ક્રીન તૂટી ગઈ હતી પરંતુ તે કામ કરી રહી હતી. આ મોબાઈલ દ્વારા એક મૃતકની ઓળખ 25 વર્ષીય શકીલ ઉ. બશીર તરીકે થઈ હતી. તે મસૂરીના ખાચા રોડનો રહેવાસી હતો અને ટેક્સી ચલાવતો હતો. પરંતુ અન્ય બે મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર લોકો પાયલટે પોલીસને મોકલેલા મેમોમાં તેણે વીડિયો બનાવવા માટે ટ્રેનમાંથી કપાઈ જવાના અકસ્માત મોતનો ઉલ્લેખ કર્યો છે.

Most Popular

To Top