Charchapatra

પેટ્રોલ-વાહનો પર GSTનો ઘટાડો અને પ્રદુષણ

હાલ GST COUNCIL એ ૨૨ સપ્ટેમ્બરથી GST માં ઘણી વસ્તુઓમાં ગણનાપાત્ર ઘટાડો અમલી કર્યો. જેમાં પેટ્રોલથી ચાલતા વાહનોનો પણ સમાવેશ થયો, જેથી પહેલે જ દિવસે ઓટોમોબાઈલ શૉ-રૂમો પર ખરીદી માટે  અકપલ્ય ધસારો થવાનાં સમાચારો મૂદ્રીત અને વિજાણુ સમાચાર માધ્યમોમાં ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવ્યા. પણ સિક્કાની બીજી બાજુ એટલી જ ગંભીર છે. હાલ દિલ્લી જેવા શહેરો જ નહીં પણ મધ્યમ કક્ષાનાં શહેરો અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક ઘોરી માર્ગોની નજીકનાં ગામો પણ વાયુ મોટા પ્રમાણમાં પ્રદુષણનો સામનો કરી રહ્યા છે.

કારણ દરેક ઘરો એકથી વધુ દ્વિચક્રી જ ને ચારચક્રી વાહનો ધરાવતા થઈ ગયા છે. અને કુટુંબનાં સભ્યો જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ જ્યાં સહેલાઈથી પ્રાપ્ય હોય ત્યાં પણ અવગણીને પોતાના વાહન દ્વારા નજીકનાં અંતરે પણ આવ જા કરી રહ્યા છે. જે ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ પોતાનાં સ્વાસ્થ્ય માટે પણ હાનિકર્તા બને છે. માટે જો સોલાર વડે રિચાર્જેબલ બેટરી સંચાલિત વાહનોનો ઉપયોગ વધે અને તે સાથે જાહેર પરિવહન સેવા વધુ કાર્યક્ષમ બને અને લોકો તેનો વધુ ઉપયોગ કરતા થાય તો જ ફાયદાકારક સાબિત થાય.
નાનપુરા, સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top