હંમેશા ટેકસ વસૂલી વધારતા રહેવાની માનસિકતા ધરાવતી ગુજરાત સરકારે સામે સ્ટેમ્પ ડ્યુટીના મામલે રે ઝૂકવું પડયું છે અને અન્યાયી સ્વરૂપ 400 ટકાનો દંડ પાછો ખેંચી લીધો છે! નોટિફિકેશનના માધ્યમથી 1982થી 2001ના ગાળામાં વેચાયેલા ફલેટો પર સ્ટેમ્પ ડયુટી લેવાતી હતી તેના 20 ટકા જ સ્ટેમ્પ ડયુટી લઇ તેની 20 ટકા રકમના 400 ટકા દંડ લેવાની પ્રજાહિતની જોગવાઈ દાખલ કરી છે.પરિણામે કરદાતાઓએ મારી એક વાર ભરવી પડે તેટલી જ સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે. ટૂંકમાં વિધાનસભામાં સુધારાની પ્રક્રિયા કર્યા વિના જ સ્ટેમ્પ ડયુટીનો બોજ હળવો કરી આપ્યો છે.
ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો 1 લાખના ખરીદેલા ફલેટ કે કોમર્શિયલ પ્રોપટી પર તે વખતની જોગવાઇ અનુસાર 11.4 ટકા લેખે સ્ટેમ્પ ડયુટી રૂ. 11400/- ભરવાના થાય છે. પરંતુ આ રકમમાં સુધારો કરીને ભરવા પાત્ર રકમ 11400/-માં 20 ટકા રકમ જ સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ કરી છે. પરિણામે રૂ. 1 લાખની કિંમત ખરીદેલો ફલેટ પર 11400ની રકમના 20 ટકા એટલે કે રૂ. 2240/- જ સ્ટેમ્પ ડયુટી પેટે લેવાનું નક્કી કરી દીધું છે. હા, તેની સાથે 400 ટકા પેનલ્ટી લેવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે 400 ટકાનો દંડ રૂ. 9120+2280 ભરવા પાત્ર સ્ટેમ્પ ડયુટી મળીને કુલ ભરવાની ડયુટી રૂ. 11400/- જ થાય છે.આમ પ્રજાના હિતમાં માત્ર સિંગલ સ્ટેમ્પ ડયુટી લઇને ગુજરાત સરકારે સંતોષ માન્યો છે.
મોટા મંદિર – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.