Charchapatra

વિકસિત ભારત માટે આયાતી ચીજવસ્તુનો ઉપયોગો ઓછો કરો

ઇ.સ. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય હાંસલ કરવા દરેક નાગરિકોએ પોતાનું યોગદાન આપવું પડશે. ભારત દેશની ટોચની ત્રણ આયાતી ચીજવસ્તુમાં ક્રુડ ઓઇલ, સોના-ચાંદી તથા પામ ઓઇલ (વનસ્પતિ તેલ)નો સમાવેશ થાય છે. ઉપરોકત ત્રણેય ચીજો ભારતમાં લાવવા માટે દેશનું ધન પુષ્કળ પ્રમાણમાં બહાર ચાલ્યું જાય છે. આપણે આ ત્રણેય ચીજોનો વપરાશ ખૂબ જ મર્યાદિત કરવો પડશે. ક્રુડ ઓઇલનો વપરાશ ઓછો કરવા ઇલેકટ્રીક વાહનો તથા સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવો પડશે.

સોના-ચાંદીનો વપરાશ સીમિત રાખવા મહત્તમ પ્રમાણમાં સોના-ચાંદીનો પુન: વપરાશ કરવો પડશે. આપણા જુના દાગીનાઓને ફરી કામે લગાવવા પડશે. દરેક પ્રકારની બેકરી વસ્તુઓ તથા ફરસાણમાં પામ ઓઇલનો ઉપયોગ થાય છે. આ પ્રકારનો ખોરાક ઓછો કરી આપણે આપણા સ્વાસ્થ્ય તથા દેશના ધનને બચાવી શકીએ છીએ. ઘઉં તથા ચોખાના પાકની જગ્યાએ વિવિધ તેલિબિયાંનો પાક લઇ પામ ઓઇલની આયાત ઓછી કરી શકીએ છીએ. સરકારને પણ વિનંતી છે કે ઉપરોકત હકીકત મોટાં અભિયાનો દ્વારા સમગ્ર દેશમાં પ્રચાર કરે.
સુરત              – અમિત દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top