Charchapatra

જાહેર ખર્ચાઓ ઘટાડો, જનસુવિધાઓ વધારો

સત્તાની આડમાં નેતાઓ   ભ્રષ્ટાચારને પોષણ આપતા વિવિધ વિભાગના અધિકારીઓના  સગાસંબંધીને મનપાના જાહેર કામોના કોન્ટ્રાક્ટો આપી નાગરિકોના વેરાના રૂપિયે જ બીનજરૂરિયાત ખર્ચ કરતા હોય. સુરત મનપાનાં કરોડો રૂપિયાના આંધણ મૂકેલા વિવિધ પ્રોજેક્ટો જેમ કે ગોપીતળાવ, કિલ્લો વિગેરેની આવક ઘટતી જાય છે તો બીજી તરફ દર વર્ષે કંઈક કેટલાય મધ્યમ વર્ગના સુરતી નાગરિકોને વેરાબીલની વધતી જતી રકમ નાકે દમ લાવે છે. મનપાનાં શાસકો અને વહિવટીતંત્ર જેવી રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરી એવૉર્ડસ લાવ્યા જ કરે છે.

એ જ રીતે મનપા પોતે અને સુરત શહેરના તમામ વર્ગીય નાગરિકો માટે ઘરખર્ચમાં કાપકૂપ અને જાહેર સામાજિક ખર્ચ જેવા કે ભપકાદાર લગ્ન સમારંભો, વરઘોડા પ્રથા બંધ, જમણવાર બંધ, ધાર્મિક સરઘસો અને રાહદારીઓને પડતી રોજેરોજની જાહેર સમસ્યાઓ અંગે તકેદારી અને  ખર્ચની કરકસરની બાબતો ઉપર પણ જાહેરમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજો.  સુરત શહેરના જાહેર રસ્તાઓનાં વળાંક પર પાનનાં ગલ્લાઓ કે રેંકડી કે દુકાન નહીં હોય છે અને જ્યાં આવુ ના જોવા મળે ત્યાં બેશક બેરોકટોક લારીગલ્લાવાળા અને  શટલીયા પેસેન્જરો લેવા દોડાદોડી કરતા ઑટોરિક્ષા ચાલકો જોવા મળશે, જે ખરેખર રાહદારીઓ માટે નડતરરૂપ છે.
સોનીફળિયા, સુરત  – પંકજ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top