SURAT

ગોતાલાવાડી ટેનામેન્ટ રિડેવલપમેન્ટનું કામ પુન: શરૂ : આટલા માળનું બાંધકામ કરાશે

સુરત (Surat) : મનપાના ભાજપ શાસકોની અનિર્ણાયકતાના કારણે ઘોંચમાં પડેલા કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટ (Tenement Redevelopment) પ્રોજેકટમાં કોર્ટના (Court) આદેશ બાદ મનપાના તંત્રને આખરે નામોશી મળી છે અને કરોડો રૂપિયાના ભારણને સહન કરીને આખરે એજ ઇજારદારને પુન: ઇજારો આપવો પડ્યો છે. ત્યારે હવે આ પ્રોજેકટનું કામ ફરીથી શરૂ થઇ જતાં અહીંના 1304 પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજારદાર દ્વારા મહાનગર પાલિકા સમક્ષ પાર્સલ-સી (પ્લોટ-એ)માં કોમર્શિયલ હેતુ ડબલ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ+9 માળના બાંધકામ માટે 44.90 મીટર, પાર્સલ-સી (પ્લોટ-બી)માં કોમર્શિયલ હેતુ ત્રણ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ+10 માળના બાંધકામ માટે 44.34 મીટર, લાઇબ્રેરીના બાંધકામ માટે પ્લોટ-બીમાં ગ્રાઉન્ડ+બે માળના બાંધકામ માટે 15.90 મીટર તથા પાર્સલ-એ અને બીમાં રહેણાંક હેતુ ગ્રાઉન્ડ+13 માળના બાંધકામમાં 43.90 મીટર ઊંચી બિલ્ડિંગના બાંધકામ માટે મંજૂરી માંગી હતી જેને જરૂરી વિભાગોની એનઓસી રજુ કરવાની શરતે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાતા ઇજારદાર દ્વારા સ્થળ પર કામ શરૂ કરી દેવાયું છે.

સુરત મનપાની પેઈડ FSI 500 કરોડને પાર કરી ગઇ
સુરત: શહેરમાં એક સમયે રીયલ એસ્ટેટ ટોપ પર હતુ પરંતુ નોટબંધી અને જીએસટીના પ્રહાર બાદ રીઅલ એસ્ટેટની તેજીમાં બ્રેક લાગી ગઇ હતી દરમિયાન કોરોનાકાળ આવી જતા તો બિલ્ડરો માટે જાણે ઓટનો સમય શરૂ થઇ ગયો હોય તેમ મનપામાં પ્લાન પાસ કરાવવા માટે આવતી ફાઇલો એકદમ ઘટી ગઇ હતી. એક સમય તો એવો પણ આવ્યો હતો કે પેઇડ એફએસઆઇનો કોઇ લેવાલ નહોતો અને બિલ્ડરોના પેઇડ એફએસઆઇના ચેક પણ રીર્ટન થવા માંડયા હતા. જો કે હવે કોરોનાની વિદાય સાથે જ ધીમે ધીમે તમામ ઉધોગ ધંધાઓ પાટે ચડી રહ્યાં છે. તેની જેમ શહેરમાં રીયલ એસ્ટેટમાં પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેની પ્રતિતિ મનપામાં વર્ષ 2020-21માં મંજુર થયેલા પ્લાન અને પેઇડ એફએસઆઇની આવકથી થઇ રહી છે. મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2020-21 માં શહેરમાં 362 પ્રોજેક્ટોની ફાઈલ મંજૂર થઈ હતી અને મનપાને પેઈડ એફ.એસ.આઈની રૂા. 175 કરોડની આવક થઈ હતી જેની સરખામણીએ વર્ષ 2021-22માં શહેરમાં 548 પ્રોજેક્ટની ફાઈલ મંજૂર થઈ છે અને પેઈડ એફ.એસ.આઈ.ની આવક રૂા. 513 કરોડ થઈ છે.

હદ વિસ્તરણ બાદ મનપાની હદમાં આવી ગયેલા ડેવલોપ થતા વિસ્તારો મનપાને ફળ્યા
સુરત મનપા માટે હદ વિસ્તરણ એક બાજુ વધારાના બોજ જેવું છે કેમકે ત્યા સુવિધાઓ આપવામાં કરોડો રૂપિયા ખર્ચાશે. જયારે ટેક્સની આવકમાં ખાસ કોઇ વધારો થવાનો નથી. જો કે પેઇડ એફએસઆઇની આવકમાં નવા વિસ્તારો મનપાને ફળ્યા છે. વર્ષ 2020 જુન માસમાં સુરત મહાનગરપાલિકાનું હદવિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 27 ગામો અને 2 નગરપાલિકાનો સમાવેશ સુરત મનપામાં કરવામાં આવ્યો હતો. નવા વિસ્તારોનો મનપામાં સમાવેશ થતા જ આ વિસ્તારોમાં જમીનના ભાવમાં પણ વધારો થયો છે અને ઘણા નવા પ્રોજેક્ટો અહી સાકાર થઈ રહ્યા છે સાથે સાથે ડ્રીમસીટીના ડેવલપમેન્ટથી વેસુ, ભીમરાડ વિસ્તારોમાં પણ ભવિષ્યમાં ઘણા પ્રોજેક્ટો સાકાર થવાના છે.

Most Popular

To Top