ગાંધીનગર: રાજ્યમાં પોલીસ (Police) ભરતીને ()Recruitment લઈ શારીરિક કસોટી સપ્ટેમ્બર મહિના પછી યોજવામાં આવશે, તેવું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં આ ભરતીનું આયોજન કરવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા લઈ શકાતી નથી. તેથી સપ્ટેમ્બર મહિના પછી આ ભરતીનું આયોજન કરવામાં આવશે.
