સુરત મહાનગરપાલિકા દ્વારા 1987માં ક્લાર્કની ભરતી કરવામાં આવેલી. એ પછી ખૂબ જ લાંબા સમય પછી 2013માં SMC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતીની તા. 30/08/2015ના રોજ લેખિત પરીક્ષા પછી લેખિત પરીક્ષામા હાજર રહેનાર ઉમેદવારોની ગુજરાતી અને અંગ્રેજીની ટાઈપીંગની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યાર પછી પસંદગી પ્રક્રિયામાં લાંબો સમય બરબાદ કર્યા બાદ તા. 13/12/2016 થી 13/12/2018ના સયગાળા દરમિયાન ક્લાર્કની ખાલી પડેલી જગ્યાને ધ્યાનમાં લઈ, જે ગણતરી અનુસાર હોય કે કુલ 888 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી છે.
જે બે વર્ષના સમયગાળા દરમિયાન યાદી 553 જેટલા ઉમેદવારોને નિમણુક આપી, તો પછી અહીં ગંભીર અને ચિંતાજનક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તો પછી બાકી લાયક 335 ઉમેદવારોનું શું? તેમનું ભવિષ્ય શું? સામાન્ય રીતે મહેસુલ વિભાગ અમે SMCના સત્તાધીશો દ્વારા 2 વર્ષ દરમિયાન કુલ નિવૃત્ત થનાર કર્મચારીઓની સામે જ પસંદગી ઉમેદવારોની પ્રતિક્ષાની યાદી તૈયાર કરવામાં આવે છે.
તો પછી આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો બાકી કેમ રહી ગયા? આ અંગે SMCમાં સત્તાધીશો અન્યાય ભોગવી રહેલા બાકી ઉમેદવારોને જાહેર ખુલાસો આપે, જે તેમની ફરજ અને જવાબદારી છે. અમે આ થયેલા અન્યાયને ન્યાયમાં પરિવર્તન કરવા પ્રતિક્ષા યાદીના બાકી રહી ગયેલા 335 જેટલા ઉમેદવારોને ત્રીજી શ્રેણી ક્લાર્કમાં સીધી ભરતી કરે. જે શિક્ષિત લાયક બાકી રહી ગયેલા ઉમેદવારો માટે ન્યાય સંગત હશે. આ અંગે SMCના સત્તાધીશો ગંભીરતાથી વિચારે અને બાકી રહી ગયેલા ઉમેદવારોના ભવિષ્યનો વિચાર કરી ન્યાય સંગત યોગ્ય નિર્ણય લે એવી આશા બાકી રહી ગયેલા તમામ ઉમેદવારો રાખશે!
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.