World

અમેરિકાના પૂર્વ કાંઠે રેકોર્ડ તોડ બરફવર્ષા,5,000થી વધુ ફ્લાઇટ રદ લાખો લોકો મુશ્કેલીમાં

અમેરિકાના પૂર્વ કાંઠે ભારે શિયાળુ તોફાને હાહાકાર મચાવ્યો છે. સોમવારે આવેલા તોફાને રેકોર્ડ તોડ બરફવર્ષા કરી જેના કારણે લાખો લોકોના દૈનિક જીવન પર અસર પડી અને હજારો ફ્લાઇટ્સ રદ કરવાની નોબત આવી.અમેરિકાના અનેક રાજ્યોમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

સૌથી વધુ બરફ વર્ષા Rhode Island અને Massachusetts માં નોંધાઈ છે, જ્યાં લગભગ 37 ઇંચ (94 સેમી) જેટલો બરફ પડ્યો છે. જ્યારે New York City ના Central Park વિસ્તારમાં 19 ઇંચથી વધુ બરફ નોંધાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુસાફરી માટે “લગભગ અશક્ય” પરિસ્થિતિ ગણાવી છે.આ ભારે બરફવર્ષાના કારણે 6 લાખથી વધુ ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને New Jersey અને Massachusettsમાં સ્થિતિ વધુ ગંભીર છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા,લોકો ને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

Providence શહેરમાં 36 ઇંચ બરફ પડતા 1978માં થયેલા 28.6 ઇંચના જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ રાજ્યના ઇતિહાસનું સૌથી ભારે હિમવર્ષા તોફાન માનવામાં આવી રહ્યું છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Rhode Island અને Connecticut માં ગેરજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે Massachusettsની ગવર્નર Maura Healey એ પણ દક્ષિણપૂર્વ Massachusettsમાં ટ્રાવેલ બેન જાહેર કર્યો છે અને મુખ્ય હાઈવે પર સ્પીડ લિમિટ 40 માઇલ પ્રતિ કલાક રાખવાનો નિર્ણય લીધો છે.

વિમાન વ્યવહાર પર પણ આ તોફાનનો મોટો પ્રભાવ પડ્યો છે. FlightAware મુજબ અમેરિકામાં 5,700થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. ખાસ કરીને LaGuardia Airport અને John F. Kennedy International Airport પરથી નીકળતી મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરાઈ છે. ઉપરાંત Logan International Airport અને Newark Liberty International Airport પર પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ બંધ રાખવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ મંગળવાર સુધી બરફવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે અને ઉત્તરપૂર્વ કાંઠાના કેટલાક વિસ્તારોમાં કુલ 1 થી 2 ફૂટ સુધી બરફ પડી શકે છે. તોફાનના કારણે આગામી દિવસોમાં પણ મુસાફરી અને દૈનિક જીવન પર અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top