Charchapatra

આવકાર્ય સજા

જીવનમાં આપણે સતત પરીક્ષાઓ આપવાની થતી હોય છે. વળી, જીવનની પરીક્ષામાં પ્રશ્નો પણ નવાં નવાં જ આવતાં હોય છે. રીપીટ પણ નથી થતાં, આપણે જીવનમાં આવનારી પરીક્ષાઓને પહોંચી વળીએ અને એ માટે સક્ષમ બનીએ,એ માટે અનેક ઉપાયો અજમાવતા હોઈએ છીએ. એમાંનો જ એક ઉપાય એટલે શિક્ષણ. શિક્ષણ માણસને જીવનના પડકારોને પહોંચી વળવા માટે સજ્જ કરે છે અને જીવનને સારી રીતે જીવવા માટેનો રાજમાર્ગ બતાવે છે.પરંતુ શિક્ષણમાં પણ પરીક્ષાઓ હોય છે. શિક્ષણ મેળવવાના ભાગરૂપે અનેકવિધ હેતુસર પરીક્ષા આપવી પડતી હોય છે.અલબત્ત,કેટલાક નબળા મનના વિધાર્થીઓ વિવિધ કારણોસર પરીક્ષામાં ગેરરીતિ આચરતા જોવા મળે છે. પરીક્ષામાં ગેરરીતિ આચરવાનું કૃત્ય અયોગ્ય જ ગણાય.પરીક્ષામાં કોઈ પણ પ્રકારની અનીતિ આચરનારાઓને સજા કરવી જ ઘટે.

પરીક્ષામાં આચરેલા ગુનાના સ્વરૂપ અનુસાર જે તે વ્યવસ્થાતંત્ર દ્વારા વિવિધ પ્રકારની સજા કરવામાં આવતી જ હોય છે અને એ જરૂરી પણ છે. પરંતુ આવી સજાની સાથે બોધ પણ મળે એ જરૂરી છે અને એવો જ એક સુંદર પ્રયાસ હાલમાં જ આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિધાર્થીઓને આપણા અમૂલ્ય વારસાના પ્રતીક સમાન ભગવત ગીતા આપવાનું ઠરાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીનો આ પ્રયાસ કોઈને પણ ગમી જાય એવો છે.
નવસારી    – ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top