દસ હજાર વર્ષ અગાઉ લુપ્ત થયેલાં વરુને વિજ્ઞાને સજીવન હાલમાં કર્યાના સમાચાર એવી પરિસ્થિતિમાં આવ્યા છે, જ્યારે અણુ-પરમાણુ યુદ્ધ ડોકાઈ રહ્યાં છે. પ્રદૂષણોએ માઝા મૂકી છે. વસ્તીવિસ્ફોટ વિશ્વસ્તરે ચિંતા ઉપજાવે છે, ત્યાં નામશેષ પ્રાણીઓને જીવિત કરી ચિંતાવૃદ્ધિનો પંથ દેખાય છે. આજપર્યંત માનવસમાજ જન્મ, મૃત્યુ, સૃષ્ટિસર્જકની જ લીલા માનતો આવ્યો છે. હવે વિજ્ઞાનબળે માનવ કુદરત અને સૃષ્ટિસર્જક સામે પડકાર ફેંકી રહ્યો છે. આવા પ્રયોગોમાં ડી.એન.એ.ની જરૂરિયાત પણ રહે છે. અમેરિકાના ડલાસમાં આવેલી ‘કોલોસેલ બાયોસાયન્સ’નામની કંપની સાયન્સ, ટેકનોલોજીની મદદથી પ્રયોગો કરી રહી છે.
જેને દસ હજાર વર્ષ પૂર્વે વિલુપ્ત થયેલ પ્રાણીનો પુનર્જન્મ કરાવ્યો છે. જે એક પ્રકારે ચમત્કાર લાગે છે. પૃથ્વી પર આ રીતે અન્ય જાતિનાં પ્રાણીઓ ખડકવા વૈજ્ઞાનિકો તૈયાર થયા છે. ક્રિસ્પર નામની ટેકનિક પણ વિકસાવી છે, જે કસ્ટર્ડ રેગ્યુલરલી ઈન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રિસિક રિપીટ્સ આ ટેકનિકનું ટૂંકું નામ છે, જેમાં ડી.એન.એ.નું એડિટિંગ કરવામાં આવે છે. પછી કલોનિંગ કરે છે. ડી.એન.એ.ની યોગ્ય ઓળખ કરવામાં ખાસ્સો સમય લાગી જાય છે.આ ડી.એન.એ. ડિઝાઈનીંગ કપરી કામગીરી છે. કલોનિંગની સરોગલીની પ્રક્રિયા તે પછી હાથ ધરાય છે. હિંસક શિકારી પ્રાણીઓ અને માનવ શિકારીઓ દ્વારા પૃથ્વી પરના જીવો લુપ્ત થતાં જાય છે, તેની સામે આ સકારાત્મક પ્રવૃત્તિ છે.
ઝાંપાબજાર, સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.