વડોદરા: વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહીમાં ભાજપને રામ રામ કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રાજુ ઠક્કરનું ફોર્મ ટેકનીકલ ખામીને કારણે રદ્દ કરવામાં આવતા તેઓએ ન્યાય માટે મંગળવારે હાઈકોર્ટમાં અપીલ કરવાની ચીમકી આપી છે.
વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ચકાસણીની કાર્યવાહી દરમિયાન સોમવારે ચૂંટણી અિધકારીએ અપક્ષ ઉમેદવાર રાજેશ નટવરલાલ ઠક્કરનું ઉમેદવારી ફોર્મ રદ્દ કર્યું હતું. રાજુ ઠક્કર વોર્ડ નં. 12 માં ભાજપના સક્રીય કાર્યકર્તા હતા.
ભાજપે ટિકિટ નહીં આપતા નારાજ થઈને ભાજપને રામ રામ કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આજે ફોર્મ ચકાસણી વખતે રાજુના પ્રતીસ્પર્ધી ભાજપના પૂર્વ કાઉન્સીલર અને ઉમેદવાર મનિષા પગારેએ સોગંધનામામાં પુરેપુરા કોલમ ભરેલ ન હોવા સાથે કેટલીક બાબતોને લઈને વાંધો રજુ કર્યો હતો.
જેથી બપોરના બે વાગે વાંધા અરજની સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં સુધારેલ સોગંધનામામાં સોગંધનામુ સ્ટેમ્પ પેપર વગરનું તેમજ કોલમો અધુરા હોવા સાથે વિગતો અધુરી હોઈ ચૂંટણી અિધકારીએ ઉમેદવારી ફોર્મ રદ્દ કર્યું હતું.
રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે ફોર્મમાં પત્નીનું નામ ન હોઈ વાંધો ઉઠાવ્યો છે ઘણાના ફોર્મની પુર્તતા કર્યા વીન મંજુર કરવામાં આવ્યા છે. ભાજપની હાર નિશ્ચિત હોય આ કાવાદાવા કરાયા છે. આવતીકાલે ન્યાય માટે હાઈકોરટમાં અપીલ કરીશ અને લડીશું હું અગર નહીં જીતુ તો ભાજપને પણ જીતવા નહીં દઉ તેમ જણાવ્યું હતું.