Charchapatra

વ્યાજબી પ્રશંસા

આજથી થોડાક વર્ષો પહેલા જયારે શહેરોની સીમા વિસ્તરતી હતી ત્યારે અડાજણ ગામની આજુબાજુનો વિસ્તાર પણ વિકાસના પંથે હતો. ઘણી બધી રહેણાકની અને વ્યાપારિક બિલ્ડીંગો બની અને વીજળી પાણીની સુવિધા પણ મળી. પણ ગામના વિકાસની અવસ્થામાં વીજળી પુરવઠો વરસાદ કે બીજા કોઇ કારણોથી અવારનવાર બંધ થતો. તે સમયે ઓવરહેડ લાઇનોમાં ખામી સર્જાય અને તેને રીપેર કરવા આવતો સ્ટાફ કોઇપણ પ્રકારના સલામતીના સાધનો સિવાય કામ કરતો જોવા મળતો.

પરંતુ આ વર્ષે ખાસ કરીને વરસાદની સીઝનમાં એકપણ વખત વીજપુરવઠો ખોરવાયો નથી તેમજ થોડાક દિવસો પહેલા ઓવરહેડ લાઇનના મેઇન્ટેનન્સ માટે આવેલો સ્ટાફ સંપૂર્ણ સલામતીના સાધનો સાથે કાર્ય કરતો જોવા મળ્યો. પહેલા જીઇબી અને હવે ડીજીવીસીએલના કાર્યની ગુણવત્તા અને અવિરત વીજપુરવઠો પૂરો પાડવાની કાર્યક્ષમતામાં દેખીતો સુધારો જણાયો એટલે કે અનાયાસે તેનું મુલ્યાંકન પણ થઇ ગયું. જો પ્રજાને સુવિધા આપતી કોઇ પણ તંત્ર વ્યવસ્થામાં ખામી સર્જાય તો ટીપ્પણી અવશ્ય થાય તો સુવિધાની ગુણવત્તામાં વધારો જોવા મળે તો સહજ પ્રશંસા કરવાની પણ ચૂકાવી ન જોઇએ એટલે જ આ તબક્કે ડીજીવીસીએલની વ્યાજબી પ્રશંસા તો ચોક્કસ કરવી જ પડે.
સુરત     – સીમા પરીખ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના

બજેટ પહેલાની હલવા સેરીમની કોના માટે અને શું કામ?
દેશનું સામાન્ય બજેટ આવવાની તૈયારી ચાલી રહી છે અને જયારે નાણામંત્રી હલવો બનાવડાવે તો સમજાય છે કે બજેટનું કામ શરૂ થઇ ગયું છે. વિચિત્ર લાગે એવી વાત છે કે આમાં હલવો શું કામ બનાવાય છે? આ કોઇ ધાર્મિક પ્રસંગની શરૂઆત છે? ખરેખર તો દેશનાં આર્થિક સર્વેક્ષણો, દરેક ક્ષેત્રમાં ગયા બજેટથી કેવા ફાયદા, કેવી ખોટ ગઇ તેની ચર્ચાનું મહત્વ હોવું જોઇએ? બજેટ પહેલાં ઘણીવાર પોતાની સરકાર અને નાણા મંત્રાલયની સફળતા બતાવવા ખોટા આંકડા વડે દેશનું હકારાત્મક ચિત્ર રજૂ કરાય છે પણ વાસ્તવિકતા જુદી હોય છે. હલવા સેરીમની છોડી લોકોને તૈયાર કરો કે કેવું બજેટ લાવી રહ્યા છે.
સુરત     – નરહરી પાઠક      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના

Most Popular

To Top