સમગ્ર ગુજરાત ના અખબારે દરરોજ ધ્યાનપૂર્વક સમાચાર પત્ર અનુસાર ઠેરઠેર વિવિધ સ્થળોએ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર સત્તાવાળાઓ તરફેથી કાનૂની લગામ ઉગામવામાં જાણે સદંતર નિષ્ફળ જઈ રહ્યા હોય એવુ નથી લાગતું ?? છેલ્લ એક ધારા 23 ( ત્રેવીસ ) વર્ષ થી સત્તા કન્ડક્ટિંગ કરતી સરકાર માત્ર ને માત્ર શાબ્દિક પ્રહારો કરીને જ સમગ્ર મધ્યમ વર્ગીય મતદારો ને યેનકેન ગુમરાહ કરે છે ,એવો જન આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયા નો અણસાર પણ સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત બાદ પણ સફાઈદાર અને શાબ્દિક બણગાં ફેંકનારાઓ ના પેટના પાણી લગીરે હાલ્યા નથી. તાજેતર ની નવરાત્રી દરમિયાન ના ઉપરાછાપરી ગેંગરેપ ના કિસ્સાઓ..આર્થિક છેતરપિંડીના કિસ્સાઓ..ઠેરઠેર વિવિધ સ્થળોએ વાહન ચાલકોની જાહેર માર્ગ ઉપરના ખાડાઓ ની..કમરતોડ કરમકહાણી ઘણી બધી વાતે ભ્રષ્ટાચાર ના ઢાંકપિછોડા જ સાંપ્રત સરકાર ને તગેડી મૂકવા નિમિત્ત બને તો નવાઈ પામવા જેવું ન રહેશે.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચર્ચાપત્ર લેખન કળા છે
એક માત્ર ગુજરાતી અખબાર “ગુજરાતમિત્ર” પોતાના વાચકોના અભિપ્રાયને સમાવવા માટે દરરોજ નિયમિત રીતે બે કોલમ ફાળવે છે. એનો આનંદ છે. સાથે સાથે ચર્ચાપત્રીઓની પણ કેટલીક ફરજો બને છે. (૧) ચર્ચાપત્ર ટૂંકું કે મધ્યમકદનું (વધુમાં વધુ ૨૦૦ શબ્દોમાં) હોય એ જરૂરી છે. લાઘવ એ ચર્ચાપત્રનું ઘરેણું છે. (૨) જે કહેવું હોય એ ટૂંકાણમાં, અસરકારક રીતે, સ્પષ્ટ, સરળ અને સૌમ્ય ભાષામાં કહેવાવું જોઈએ. (૩) એક સાથે સામટા ૫-૧૦ ચર્ચાપત્રો મોકલવા યોગ્ય નથી. (૪) માત્ર નામ છપાય એટલે નહીં પણ ખરેખર કોઈ મુદ્દા વિશે જરૂરી વાત કરવાની થતી હોય તો જ લખવું (૫) વોટ્સએપ કે ફેસબુક યુનિવર્સિટીમાંથી ઉતારો કરેલું કે ચકાસણી કર્યા વગરની માહિતી હોય એવું લખવું યોગ્ય નથી. મૌલિકતા જરૂરી છે.
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.