SURAT

‘તું મારી સાથે સંબંધ નહીં રાખીશ, તો તારા બાળકો અને પતિને જાનથી મારી નાખીશ’

સુરત(Surat): લસકાણા (Laskana) ખાતે રહેતી બે સંતાનોની માતાને (Mother) તેના પતિના (Husband) બનેવીના ફાયનાન્સર મિત્રએ (Friend) બળજબરી સંબંધ (Realition) રાખવા માટે દબાણ કરી ગાળો આપી હતી. પરિણીતાનો પીછો કરીને ‘જો તે સંબંધ નહીં રાખે તો તેના બાળકોને અને પતિને જાનથી મારવાની ધમકી’ આપતા સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) છેડતીની ફરિયાદ (Complaint) નોંધાઈ છે.

  • ફાયનાન્સરે બે સંતાનોની માતાનો પીછો કરી બળજબરી સંબંધ રાખવા ગાળો આપી છેડતી કરી
  • નણંદના ઘરે આવતા ફાયનાન્સરે મિત્રતા કેળવી બાદમાં ફોન પર વાત કરતો હતો

લસકાણા ગામમાં રહેતી બે સંતાનોની માતા 40 વર્ષીય આરતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નીતિનભાઈ નાંદોલાની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019 માં આરતીની ઓળખાણ તેના પતિના બનેવીના મિત્ર નિતીન સાથે થઈ હતી. નિતીન અને આરતીના પતિના બનેવી ભાગીદારીમાં ફાયનાન્સરનો ધંધો કરે છે. નણંદના ઘરે અવર જવર હોવાથી નિતીન સાથે ઓળખ થતા બંને વચ્ચે ફોન ઉપર વાતચીત થતી હતી. બાદમાં આરતીએ નિતીનને તેની સાથે ફોન પર વાત કરવા તથા સંબંધ રાખવા ના પાડી હતી. નિતીન અવાર નવાર ફોન કરીને તથા રૂબરૂમાં ગાળો આપતો હતો. આરતી ઘરની બહાર કોઈ કામ માટે જાય એટલે નિતીન તેનો પીછો કરતો અને ‘જો તુ મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા બાળકો તથા પતિને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતો હતો. આરતીએ અંતે કંટાળીને તેના પતિને હકીકત વર્ણવતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top