નવી દિલ્હી (New Delhi): આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે (Army Chief M.M.Narvane) પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન (Pakistan) અને ચીન (China-PLA) માટે એક સામાન્ય ખતરો ગણાવતાં કહ્યું કે આ એક વાસ્તવિકતા છે જેને અવગણી શકાય નહીં. તે જ સમયે તેમણે ખાતરી આપી કે સેના કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. નરવણે 15 જાન્યુઆરીએ યોજાનારા ભારતીય સૈન્ય દિન (Indian Army Day) પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું, ‘પાકિસ્તાન અને ચીન મળીને આપણા માટે મોટું જોખમ ઊભુું કરી શકે એમ છે, આ શક્યતાને અવગણી શકાય નહીં. પાકિસ્તાન આતંકવાદને સ્વીકારે છે. આતંકવાદ સામે આપણી પાસે ઝીરો ટોલરન્સ નીતિ -શૂન્ય સહિષ્ણુતા નીતિ (Zero Tolerance Policy) છે. અમારી પસંદગીના ચોક્કસ સમય અને સ્થળનો પ્રતિકાર કરવાનો અમને અધિકાર છે. અમે આ સંદેશ આપ્યો છે.’.
સેનામાં નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેેએ કહ્યુ હતુ કે, ‘ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે, એક વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી આધુનિક તકનીકથી સજ્જ સેના બનાવવા માટે તમામ હાલની તકનીકોનો ઉપયોગ કરી શકાય.’.
ગયા વર્ષે લદ્દાખ બોર્ડર (Ladakh Border) પર ચીની સેનાની પ્રવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, ‘એલએસી પર ચીને જે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો તે નવી વાત નહોતી, તેઓ દર વર્ષે તાલીમ માટે આવે છે. અમારી પણ નજર હતી, પણ તેઓ આવું કરશે એનો અમને અંદાજ નહોતો. ચીને જે કર્યુ એને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ (First Mover Advantage) કહેવાય. જે આપણે એટલે કે ભારતીય સેનાને પણ ઓગસ્ટમાં મળ્યો હતો અને આપણે ચીનને અચંબામાં મૂકી દીધા હતા’. .
આ સવાલ પર કે શું ચીની સૈનિકો સરહદ પરથી પાછળ હટયા છે કે કેમ? આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે કહ્યું હતુ કે ‘ચીની સૈનિકો તેમના તાલીમ ક્ષેત્રમાં હતા. તાલીમ પૂરી કર્યા પછી, તેઓ પાછા તેમની સીમા પર જ છે. જોકે ડેડલોકના તબક્કે ન તો ચીની સૈનિકો અને ન તો અમારો ઘટાડો થયો છે. એલએસી (LAC- Line of Actual Control) પર હાલતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.’.