National

લુધિયાણાની કોર્ટમાં RDXથી થયો હતો બ્લાસ્ટ, બાથરૂમમાં બનાવી રહ્યાં હતાં ત્યારે જ ફૂટ્યો હતો બોમ્બ: NSGને મળ્યા પુરાવા

પંજાબ: પંજાબ (Punjab)ના લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Ludhiana District Court of Punjab) સંકુલમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જેમાં એક વ્યકિતિનું મોત થયું હતું. જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટની તપાસમાં NSG બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક (Forensic) નિષ્ણાતોને ઘણા પુરાવા મળ્યા છે. NSG બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક નિષ્ણાતોના આધારે જાણવા મળ્યું છે કે તે એક વિસ્ફોટક બોમ્બ હતો. બોમ્બ જે વ્યક્તિ પાસે હતો તે વ્યક્તિ તેને બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો.

પંજાબ સરકારને વિસ્ફોટની જાણ થતા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અને સાથે જ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. NSG બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક નિષ્ણાતોનો દાવો છે કે બોમ્બને બાથરૂમમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. અને જ્યારે તેને એકત્રિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો હતો, કારણ કે મૃતકના શરીરને ઘણી ઈજાઓ પહોંચી હતી. તો કહી શકાય કે બોમ્બ બનાવવાની તૈયારી બાથરૂમમા જ થઈ રહી હતી. NSGની તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બને એકથી વધુ જગ્યાએ લગાવવાનો પ્લાન હતો. પરંતુ તે બાથરૂમમાં જ બ્લાસ્ટ થતા પાણીના પાઈપ લાઈનો ફાટી જતા સબૂતો ધોવાય ગયા છે. તપાસના એક અધિકારીઓએ જણાવ્યું કે આ એક વિસ્ફોટક બોમ્બ હતો જેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

શંકાસ્પદ હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ

બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યું પામનાર અને શંકાસ્પદ હુમલાખોર સિવાય અને કેટલાક અન્ય લોકો પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. બ્લાસ્ટમાં તેમની સંભવિત ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓએ વિસ્ફોટના સ્થળેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જેમાં સિમ કાર્ડ અને ડેટા કાર્ડ ચાલું છે. જે તપાસકર્તાઓને એક નવી દિશામાં લઈ જશે.

ડ્રગ્સ કેસમાં બે વર્ષની સજા પામનાર પોલીસકર્મી બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો

બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યું પામનાર વ્યક્તિની ઓળખ સામે આવી છે. મૃતકનું નામ ગગનદીપ સિંહ હતું અને તે એક પોલીસકર્મી હતો. ગગનદીપ સિંહને ડ્રગ લિંક કેસમાં બે વર્ષની સજા થઈ હતી અને 2019માં તેણે પોલીસની ફરજ પરથી કાઢી મુક્યો હતો. ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે ગગનદીપને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ મુકત કરવામાં આવ્યો હતો. તપાસની બધી કડી ગગનદીપ સિંહ સાથે સંકળાયેલી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 6 વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કોર્ટ સંકુલના બીજા માળે થયેલા બ્લાસ્ટમાં કમ્પાઉન્ડની એક દિવાલને નુકસાન થયું હતું અને ત્યાં પાર્કિંગમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તૂટી ગયા હતા.

Most Popular

To Top